અરવલ્લી : મોડાસાના બોરડી કુવા વિસ્તારમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે અલ્પાબેન આશુભાઈ પંજવાણી તેમના પતિ સાથે રહે છે. પતિ-પત્ની દિવ્યાંગ હોવાથી પારાવાર મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશીથી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. દિવ્યાંગ દંપતીના પાડોશીઓએ રસ્તા પર ચોકડીઓ બનાવી ગેરકાયદે રીતે દબાણ કરતા દિવ્યાંગ દંપતીનું વાહન પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. પાડોશીઓને દિવ્યાંગ દંપતીએ તેમને અવર-જ્વરમાં પડતી મુશ્કેલી અંગે રજુઆત કરતા પાડોશીઓ પાડોશી ધર્મ નિભાવવાના બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતી નિર્માણ થતા પાડોશીઓએ પાણી ઢોળવાનું અને વધુ દબાણ કરતા આ અંગે દિવ્યાંગ દંપતીએ મુખ્યમંત્રી,જિલ્લા કલેકટર અને પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી ન હતી. દબાણ તોડવા અંગે અને સ્થળ સ્થિતીનું નિરીક્ષણ કરવા પ્રમુખ અને ચીફ ઓફિસરે મુલાકાત કર્યા બાદ દબાણ હટાવવાનું આશ્વાસન આપ્યા બાદ પણ દબાણ દૂર નહિ કરતા દંપતીએ આવી જીંદગી કરતા મોત સારું એમ માની આત્મવિલોપન કરવાનું મન બનાવી લીધુ હતું.