ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી દેખાઇ રહી છે. ધનશ્રી વર્મા પોતાના કોરિયાગ્રાફર માટે જાણીતી છે. હંમેશા સોશ્યલ મીડિયા પર તે પોતાના ડાન્સના વીડિયો પૉસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતનો વીડિયો ખાસ છે કેમકે તેને પીપીઇ કિટ પહેરેલી છે. હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં, ચહલની મંગેતર ધનશ્રી વર્મા એક એરપોર્ટ પર વેટિંગ લાઉન્ઝમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે.

આ સમયે તેને પીપીઇ કિટ પહેરેલી છે, અને તે ટોની કક્કડના પંજાબી ગીત પર કુર્તા પાયજામા પર ડાન્સ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચહલે શનિવારે એટલે કે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા. ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ધનશ્રી વર્માની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોથી ખબર પડે છે કે તે કોરિયોગ્રાફર હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યૂબર પણ છે. ધનાશ્રી યૂટ્યૂબ પર પોતાના નામની ચેનલ ધરાવે છે. 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોએ તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે.

ચહલની સાથે ધનશ્રી છેલ્લા કેટલાય સમયથી રિલેશનશીપમાં હતી. ધનશ્રીની સુંદરતા કોઇ હીરોઇનથી કમ નથી. સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનાશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો.ચહલ કોરોના મહામારીના કારણે બ્રેકનો આનંદ લઈ રહ્યો છે. જોકે તેણે આઈપીએલ 2020 માટે ટ્રેનિંગ ફરીથી શરૂ કરી છે. ચહલે ટીમ ઈન્ડિયા તરફથી 52 વન ડેમાં 91, 42 ટી-20માં 55 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલની 84 મેચમાં 100 વિકેટ લીધી છે.