વડોદરા : શહેર નજીક આવેલા કાયાવરોહણ ગામના તળાવમાં આવી ગયેલા મગરે કુતરાન શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ ગુજરાત એસ.પી.સી.એ.ને કરાતા સંસ્થાના કાર્યકરો વન વિભાગના કર્મચારીઓ સાથે દોડી જઈ તળાવમાં પાંજરૂ ગોઠવતા મગર પાંજરે પુરાયો હતો.રવિવારે મોડી રાત્રે ગુજરાત.એસ.પી.સી.એ સંસ્થાના ના રાજ ભાવસાર ને પોર પાસે આવેલ કાયાવરોહણ ગામના સરપંચે માહિતી આપી કે ગામના તળાવ માં એક મગર આવી ગયો છે અને કૂતરા નો શિકાર કર્યો છે.જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. કોઈ બીજી મોટી જાનહાનિ ના થાય તે માટે મગરને પકડવા જણાવેલ હતું. જેથી તરતજ ડભોઇ રેન્જ ના બીટ ગાર્ડ દિપલને જાણ કરી સંસ્થાના અમરા કાર્યકરો રિનવ કદમ,નરેન્દ્ર ચવ્હાણ.ત્યાં પહોંચી પાંજરું મૂકતા ૩ કલાક ની જહેમત બાદ એક ૫.૫ ફૂટ લાંબો મગર પાંજરામાં પુરાઇ ગયો હતો.મગરને સુરક્ષિત રીતે રેસ્કયુ કરી વડોદરા વન વિભાગને સોંપ્યો હતો.