અમદાવાદ-

શુક્રવારે વિરમગામ APMC ખાતે શુભ મુહૂર્તમાં ખેડૂતોને મોં મીઠું કરાવી પાકની હરાજી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોને ડાંગર, કપાસ, એરંડા સહિતના પાકોની હરાજીમાં રોકડ રકમ મળતા તેઓ ખુશ થયા હતા.આ પ્રસંગે APMC ચેરમેન લખુભાઇ ચાવડા,વાઇસ ચેરમેન રમેશભાઇ.કો.પટેલ,પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,અરજણભાઈ ડોડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટરો અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ માર્કેટયાર્ડ ખાતે શુભ મુહૂર્તમાં ખેડૂતોના પાકની હરાજી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકાના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારો ખેતીપ્રધાન છે. આ વિસ્તારમાં કપાસ, ડાંગર, એરંડા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. નવા વર્ષમાં ખેડૂતોના મોં મીઠા કરાવી હરાજી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,એ.પી.એમ.સી ચેરમેન લખુભા ચાવડા,વાઇસ ચેરમેન રમેશભાઇ.કો.પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી ઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સાચો તોલ, પોષણ ભાવ અને રૂપિયા રોકડ મળી રહે તેથી ખેડૂતો ખુશાલ થયા. APMC દ્વારા ખેડૂતો માટે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.