ગાંધીનગર-

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં રહેતા રાજેન્દ્ર વાઘેલાએ 16 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, ત્યારબાદ પોલીસ તપાસમાં રાજેન્દ્ર વાઘેલાના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આઠ શખ્સોના ત્રાસથી તેઓએ આપઘાત કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. રાજેન્દ્ર વાઘેલાએ ઘણા શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જેમાં તેઓ દર મહિને 1.50 લાખનું વ્યાજ ચૂકવતો હતો, વ્યાજ ચૂકવતો હોવા છતાં પણ વસુલી કરવાવાળા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ત્યારે હવે સુસાઇડ નોટના આધારે ગાંધીનગર પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વ્યાજનું ચક્ર હંમેશા મોત તરફ લઈ જાય છે, તેવી જ એક ઘટના ગાંધીનગરના કોલવડા ગામે યુવાને કરેલા આપઘાત મામલે સમગ્ર વ્યાજ ચક્રની ઘટના સામે આવી છે. આ મામલે યુવાને આત્મહત્યા કરતા પહેલાં લખેલી સ્યૂસાઇડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કાંડમાં કેટલા લોકોના નામ સામે આવ્યા છે જેમાં, રણજીત સિંહ વાઘેલા, પ્રતાપ સિંહ વાઘેલા, સંજય પ્રજાપતિ (65 લાખ ધિરાણ), કનું વિહોલ (24 લાખ ધિરાણ), જીવણ ઠાકોર (4.50 લાખ ધિરાણ), જય શાહ (4 લાખ ધિરાણ), સાગર સુથાર (10 લાખ ધિરાણ) રોનક કોઠારી (4 લાખ ધિરાણ) આ તમામ લોકોને વાઘેલાને પૈસા આપ્યા હતા, જ્યારે તેઓએ પણ એક કરોડથી વધુ રકમની ઉઘરાણી બાકી હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.