દાહોદ,જમ્મુ-તાવી એક્સપ્રેસના બે કોચમાં સફાઈ કરવામાં ન આવતા દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આરપીએફે દરમિયાનગીરી કર્યા બાદ મુસાફરો શાંત થયા બાદ ટ્રેન ઉપડી હતી. જાેકે હોબાળો મચાવવાના કારણે ટ્રેન ૫૪ મિનિટ મોડી પડી હતી.જમ્મુથી મુંબઈ તરફ જતી સ્પેશિયલ ટ્રેન શનિવારે નિયત સમયે દાહોદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ વેળાએ કોચ એસ ૮ અને ૧૦ નંબરના મુસાફરોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. આ બંન્ને કોચમાં સફાઈ જ કરવામા આવી ન હતી. મહિલાઓના શૌચાલય પણ સાફ કરવામા આવ્યા ન હતા. આ મામલે કોટા રેલવે સ્ટેશને પણ ફરિયાદ કરવામા આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા મુસાફરો રોષે ભરાયા હતા.સફાઈ ન થાય ત્યાં સુધી ટ્રેન રોકી દીધી હતી.તેના માટે ચેઇન પુલિંગ પણ કરાયુ હતુ. ભારે હોબાળો થતા આરપીએફ હરકતમાં આવી હતી.મુસાફરોને સમજાવ્યા હતા. છેવટે ટ્રેન ઉપડી હતી પરંતુ ૫૪ મિનિટ મોડી પડી હતી.