કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા ડેવિસ કપ ફાઈનલને ટાળી દેવામાં આવ્યુ છે. આ વર્ષે નવેમ્બરમાં યોજાનાર આ મેતમાં હવે આગામી વર્ષે આયોજિત કરાવવામાં આવશે. ઈંટરનેશનલ ટેનિસ ફેડરેશનલે શુક્રવારે આ વાતની સત્તાવાર પુષ્ટી કરી હતી. પહેલાની જેમ જ આ રમતની મેજબાની મેડ્રિડ જ કરશે. માત્ર તારીખ બદલીને 22 નવેમ્બર 2021 થઈ ગઈ છે.

ITF એ એક નિવેદનમાં કહ્યુ છે કે, ટૂર્નામેંટને સ્થગિત કરવાનો નિર્ણય છેલ્લા 2 મહિનાની તાર્કિત અને વિનિયામક પડકારોની સમીક્ષા કર્યા બાદ જ લેવામાં આવ્યો છે. ITF એ સાથે જ કહ્યુ છે કે, વર્લ્ડ ગૃપ 1 ના 24 હોમ એન્ડ મેચ તથા વર્લ્ડ ગૃપ 2ના 48 રાષ્ટ્રીય ટીમોની મેચ પણ આગામી વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચનુ આયોજન સપ્ટેમ્બર મહિનામા થવાનુ હતુ. હવે તેનુ આયોજન માર્ચ અથવા સપ્ટેમ્બરમાં થશે.