નવી દિલ્હી, તા.૭

ચાવવાના દાંત અને દેખાડવાના દાંત જુદા રાખવાની નીતિ ધરાવતા ચીને ભારત સાથેના સીમા વિવાદ પર શનિવારે મળેલી બેઠકમાં વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની સંમતિ દર્શાવ્યા પછી તરતના દિવસે સીમા નજીક ચીની સેનાના હજારો સૈનિકોને કવાયત કરી હતી. આ દર્શાવતો એક વિડીયો પણ જાહેર કરાયો હતો. 

ભારત અને ચીનના લશ્કરી સેનાપતિઓએ લદાખમાં ચાલી રહેલા સરહદ અંગેના વિવાદના નિવારણ માટે બેઠક કર્યા બાદ ચીને પોતાનું અસલી સ્વરૂપ દર્શાવી દીધું હતું. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા સંચાલિત મિડીયા આઉટલેટ દ્વારા ઇન્ટરનેટ પર પોસ્ટ કરાયેલા આ વિડીયોમાં ચીનની પીપલ્સ લીબરેશન આર્મીના સેંકડો સૈનિકો અને પીએલએ એરફોર્સ એરબોર્ન બ્રિગેડ લશ્કરી કવાયત કરતા જણયા હતા. અખબારે જણાવ્યું કે સૈન્યએ ચીન-ભારત વચ્ચેના તણાવ વચ્ચે મધ્ય ચીનના હુબેઇ પ્રાંતથી વાયવ્ય દિશામાં ઉંચાઇવાળા ક્ષેત્રમાં લશ્કરી વ્યાયામ કરતાં થોડા કલાકો લાગ્યા હતા.

અહેવાલમાં જણાવ્યું હતું કે જ્યારે જરૂર હોય ત્યારે સીમા સુરક્ષા મજબુત કરવાની ચીનની ક્ષમતા દર્શાવતી આ લશ્કરી પ્રક્રીયા થોડા કલાકો ચાલી હતી. સશ† વાહનો, લશ્કરી સરંજામ અને વિશાળ પૂરવઠાનું આ કવાયતમાં સામેલ કરાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ૬ જૂને મોલાડો ખાતે યોજાયેલી બે દેશોના અધિકારીઓની બેઠકમાં ભારત તરફથી પ્રતિનિધી મંડળનું નેતૃત્વ ૧૪ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને ચીન તરફથી કમાન્ડર મેજર જનરલ લિન લિયુ નેતૃત્વ કરી રહ્યાં હતાં.