અમદાવાદ-

અમદાવાદ પોલીસે આ અંગે જાહેરાત કરી છે અને કહ્યું છે કે, 31 ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. 9 વાગ્યા પહેલા 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે. 31 ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે. અમદાવાદમાં આ વખતે 31મી ડિસેમ્બરની ઉજવણીના રંગમાં ભંગ પડયો છે આ અંગે પોલીસે મોટી જાહેરાત કરી છે અને રાત્રી કર્ફ્યૂને યથાવત રાખ્યો છે. 2020નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. કારણ કે, સરકારે રાત્રી કરફ્યૂ લગાવ્યું છે તેની અમલવારી 31 ડિસેમ્બરના દિવસે પણ ચાલું રાખવામાં આવશે.