દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજનની પ્રાપ્યતા વધારવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા આપી હતી. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘરે અને હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ માટે જરૂરી તબીબી ગ્રેડ ઓક્સિજનની સપ્લાય તેમજ ઉપકરણોની સપ્લાય વધારવાની તાત્કાલિક જરૂર છે. વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે, ઓક્સિજન અને તબીબી સપ્લાયની ઉપલબ્ધતા વધારવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોએ સુમેળમાં કામ કરવાની જરૂર છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજનની ખૂબ જ અછત ઊભી થઈ છે અને પ્રાણવાયુ વગર લોકો પ્રાણ ગુમાવી રહ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પરિસ્થતિ એવી છે કે વિદેશથી ઑક્સીજન મંગાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે પીએમ મોદીએ ફરીથી ઑક્સીજન માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં ઑક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી. પીએમ મોદીએ ઘરે તથા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને વહેલામાં વહેલી તકે મેડિકલ ઑક્સીજન મળી રહે તે માટે ભાર મૂક્યો હતો.