વડોદરા : કોરોના મહામારીને કારણે રાજ્યમાં ૮ મહિનાથી બંદ સ્કૂલો ખોલવા અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ૨૩ નવેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ અને ફાઇનલ યરની કોલેજો કેન્દ્ર સરકારની ર્જીંઁ પ્રમાણે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સરકારની આ જાહેરાત બાદ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને સરકારની આ જાહેરાતને આત્મઘાતી ગણાવીને તેના પર ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગો ઉઠી છે. રાજ્યમાં ૨૩ નવેમ્બરથી ધો. ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી, જોકે વડોદરા શહેરના વાલીઓએ એકીસૂરે આ ર્નિણયનો વિરોધ કર્યો છે અને બાળકોનું એક વર્ષ બગડે તો ભલે બગડે પણ અભ્યાસ માટે બાળકોના જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર નથી. વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલશે નહીં.વડોદરા વાલી મંડળના સભ્ય મુંકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે ભણતર એ બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનું છે પણ સાથે સાથે બાળકોનો જીવ પણ અમારા માટે એટલો જ અગત્યનો છે. તાજેતરના આંકડા અનુસાર વડોદરા શહેરની મોટાભાગની શાળાઓ, બાળકોની સુરક્ષા માટેના ધારાધોરણો માં ઉણી ઉતરી છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, તેનું આ ખાનગી શાળાઓ કઈ રીતે અમલીકરણ કરશે? એક વિચારણીય પ્રશ્ન છે. માનનીય શિક્ષણ મંત્રીનું કહેવું છે કે જો કોઈ બાળકને કોરોના ના ચિન્હો દેખાશે તો નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવશે પણ અત્રે એ પણ ચિંતનીય છે કે શું નજીકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ને લગતી સારવાર ના સાધનો અને દવા ઉપલબ્ધ હશે કે કેમ? કારણ કે મોટાભાગની જાણીતી હોસ્પિટલોમાં સાધનો અને દવાના અભાવે કોરોના ની સારવાર આપવામાં આવતી નથી. તેથી અમે અમારા બાળકનું ભવિષ્ય જોખમ જોખમ આવી શકીએ નહીં. આ સાથે અમારી માંગણી છે કે જિલ્લા કક્ષા એથી ડી ઈ ઓ કે કલેકટર કચેરી દ્વારા જ્યાં સુધી શાળામાંથી દરેક સેફ્ટી મેઝર્સ ની ચકાસણી કરી અને તમામ વ્યક્તિઓ કે જે બાળકના હિત સાથે સંકળાયેલી હોય તેવા તમામ વ્યક્તિઓ ના મંતવ્ય બાદ જ શાળા ફરીથી ખોલવી જોઇએ.ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને ૧૦૫ દિવસનું હોય છે. આ સત્ર ૨૧ દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે ૨૧ દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે. બીજું સત્ર ૧૫૦થી ૧૫૫ દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. 

શું કહે છે વાલીઓ...

મારી પુત્રી ૧૦માં ધોરણમાં અભ્યાસ કરે છે. સરકારે ભલે જાહેરાત કરી પણ મારા પુત્રને સ્કૂલમાં મોકલવાની નથી. સરકાર જે આંકડા બતાવે છે તે અલગ છે અને વાસ્તવિકતા અલગ છે. મારા દીકરાનું ભલે એક વર્ષ બગડે, પણ હું મારા દિકરાનો જીવ જોખમમાં મૂકવા માંગતી નથી. સરકારે સ્કૂલો ખોલવા વિષે પુનઃ વિચાર કરવો જોઇએ. - જિગીશાબેન પટેલ, વાલી

મારો દિકરો ૧૧માં ધોરણમાં અભ્યાસ કરે છે. રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ, કોઇ ર્જીંઁ જાહેર કરી નથી, ર્જીંઁ જાહેર ન થાય ત્યાં સુધી હું મારા બાળકને સ્કૂલે નહીં મોકલું. હાલ કોરોના વાઈરસ થવાનો ડર છે અને બાળકોના આરોગ્યને પ્રાથમિક આપવી જરૂરી છે. - જિગ્નેશ શાહ, વાલી

એસઓપી પ્રમાણે યુનિ. ખોલવામાં આવે તો પરપ્રાંતીય વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ સુવિધા અપૂરતી

રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૨૩મી નવેમ્બરથી એમ.એસ.યુનિવર્સીટીમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના વર્ગો પણ શરુ કરાશે. જોકે, કોરોનાને કારણે શરૂઆતથી જ યુનિવર્સીટી કેમ્પસ શરુ કરવા અંગે ખચકાટ અનુભવી રહેલા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે. ત્યારે, હજુ પણ બીજી વેવ આવે તેવી શક્યતા છે. એવામાં યુનિવર્સીટી શરુ કરવાની જાહેરાતને પગલે હોસ્ટેલો, લાઈબ્રેરી સહીતની સુવિધાઓ પણ શરુ કરવી પડે તેમ છે. જે ઘણું ચેલેંજિંગ છે. જો, એસઓપી પ્રમાણે યુનિવર્સીટી શરુ થાય તો હોસ્ટેલો માટેની ર્જીંઁ મુજબ, પરપ્રાંતીય વિદ્યાર્થીઓને રહેવા માટે પૂરતી વ્યવસ્થા થઇ શકે તેમ નથી. આ ઉપરાંત શાળાઓ માટે જે રીતે વાલીઓ પાસેથી સંમતિપત્રક માંગવાની વાત થઇ રહી છે, કોલેજોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પાસે આમ કરાવવું યોગ્ય નથી. શરૂઆતમાં પી.એચ.ડીના વિદ્યાર્થીઓ માટે, જ્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે, ત્યારબાદ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે અને છેલ્લે બાકીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સીટી ખોલવામાં આવશે. જોકે, ફેબ્રુઆરી મહિના સુધી પ્રથમ બે વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે કોલેજો શરુ કરવાનું કોઈ આયોજન નથી.