અમદાવાદ-

15 ઓગસ્ટ નજીકમાં છે ત્યારે આવા સમયે દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જોકે આ ધમકીને કારણે સરકાર પણ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર બ્લાસ્ટની ધમકીને લઈને સરકાર દ્વારા મોટા ભાગના દેશના દરેક એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દીધું છે. સાથેજ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ચત ગોઠવી કાઢ્યો છે. મોટા ભાગના દેશના એરપોર્ટ હાલ હાઈએલર્ટ પર છે ત્યારે અમદાવાદમાં આવેલ સરદાર પટેલ એરપોર્ટ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે હવે એરપોર્ટની અંદર માત્ર મુસાફરો જઈ શકશે. તે સિવાય બિજા દરેક લોકોની એન્ટ્રી સરકાર દ્નારા રદ કરી દેવામાં આવી છે. દેશના મોટા ભાગના એરપોર્ટ પર 30 ઓગસ્ટ સુધી પ્રતિંબંધ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરોનું 2 લેયરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથેજ દરેક મુસાફરોનું તેમના લગેજ સાથે બે વખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ કાશ્મીરમાં આંતકીઓ દ્વારા હુમલો કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. જેથી ત્યા પણ આર્મી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથેજ ત્યા પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે વધુંમાં દિલ્હી એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની જે ધમકી મંળી હતી. તેને લઈને દેશના મોટા ભાગના એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.