વલસાડ ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ કાર્ય નશાબંધી અને અધિકારી જિલ્લા અધિપક્ષ જે.એસ.તજ્ઞા અને તેમની જિલ્લા ટીમ દ્વારા નશાબંધી અને વ્યસન મુક્તિનો પ્રચાર-પ્રસાર ફરવા માટે ઓડિયો- વિઝ્‌યુઅલ (થી સજજ ‘નશાબંધી રથ’તેયાર કરવામાં આવ્યો છે.જે ‘નશાબંધી રથ’ તા.૧૫/૦૧/૨૦૨૧ થી ૦૩/૦૨/૨૦૨૧ સુધી વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં નશાબંધી અને વ્યસન મુક્તિ નું પૂ‌.મહત્મા ગાંધી બાપુનો સંદેશો ગામો ગામ પહોંચાડશે. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એ નાનાપોંઢા ખાતે તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ લીલી ઝંડી આપી આ ‘નશાબંધી રથ’નુ પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસ્થાન કાયૅક્રમમા માન. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપરાંત વલસાડ જિલ્લા ઉપપ્રમુખ અને એ.પી.એમ.સી ચેરમેન નાનાપોંઢા. શૈલેશભાઈ તુમડા તથા અન્ય પદધિકારીઓ હાજર રહેલ હતાં.ઉપરાત, કપરાડા તાલુકાના મામલતદાર કલ્પેશ સુવેર પણ રથ પ્રસ્થાન કાયૅક્રમમા હાજર રહ્યા હતા લોકોને નશાના દુષણથી દુર રહેવા પ્રેરિત કરવા માટે સ્કીન પર વિવિધ જાગૃતિલક્ષી વિડિયો બતાવાયો હતો.