અમદાવાદ, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અનહદ રીતે બગડી રહી છે રાજયમાં કોરોના આંકડો ૯ હજાર સુધી પહોંચી ગયો છે ત્યારે આજે ગુજરાતના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ ઘ્વારા સિવિલના મેડિસીટી કેમ્પમ્સની મુલાકાત લીધી હતી તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં નવી વધારાયેલી બેડની સમીક્ષા કરી હતી અને આજે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન પણ કરવા આવ્યું હતું જેમાં તમેને કોરોનાની પરિસ્થતી અંગે તાગ મેળવ્યો હતો સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ફૂલ છે એમાં દર્દીઓને દાખલ કારવાની જગ્યા નથી તો કઈ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે એ મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી હતી ચર્ચા અને બેઠક બાદ નીતિન પટેલ ઘ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં તેમણે સ્વીકાર્યું કર સિવિલની મેડિસિટી કેમ્પસની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ફૂલ છે દર્દીજાે રજા લે તો જ તેમાં બીજા દર્દીને દાખલ કરાયા તેવી પરિસ્થિતિ થઈ છે

નીતિન પેટલએ વધુમાં કહ્યું કે કે પણ ટી વી અને સમાચારપત્રોમાં આવે છે કે ૧૦૮ની લાઈનો છે તો ૧૦૮મા પણ દર્દીઓને સારવાર મળી જ રહે છે ૧૦૮મા તમામ વ્યવસ્થા છે જ સરકારી હોસ્પિટલમાં જ્યા સુધી જગ્યા ના મળે ત્યાં સુધી તેમને ૧૦૮મા જ રાખવામાં આવે છે. ૧૦૮મા પણ દરર્દીઓના કોલ વેઇટિંગમા છે ૩૦૦ થી ૪૦૦ કોલ વેઇટિંગમા આવે છે ૧૦૮ પાર અત્યારે ડબલ ભારણ આવ્યું છે એક તો કોરોના દર્દીઓ માટે કોલ આવે તો બીજી સારવાર જેવી કે અકસ્માત હોય હાર્ટ એટેક હોય તેવા પણ કોલ આવી રહયા છે.

એક દર્દી પાછળ એક ૧૦૮ નો ઓછામાં ઓછો ૨ કલાક બગડે છે બીજી સેવામાં દર્દી કહે ત્યાં તેને લઇ જવામાં આવે છે જ્યારે કોરોનામા પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી મળતી ત્યારર તેઓ અહીં સરકારી હોસ્પિટલમાં આવે છે અત્યારે ૧૦૮મા ટેલીફોન ઓપરેટરોની સંખ્યા વધારી દેવામાં આવી છે તેવો પણ દિવસ રાત કામ કરી રહયા છે એમ્બ્યુલન સેવા પણ વધારી દેવમાં આવી છે.

નીતિન પટેલે કહ્યું કે કોરોના વૉરિયર્સ છે જેમાં ખાસ કરીને ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ તેમને ધન્યવાદછે કે તેઓ રાત દિવસ કામ કરે છે એક પણ સરકારી કે પોતાની રજા ભોગવ્યા વગર કામ કરી રહયા છે તેમના પોતાના પરિવાર અને પારિવારિક ફરજાે ભૂલી ને અત્યારે તેઓ અહીં કામે લાગી ગયા છે. લેબોરેટરી વિભાગ િંॅષ્ઠિ વિભાગ અને બીજા અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ અત્યારે સેવા આપી રહયા છે.

આજે મેં યુ.એન મહેતા હોસ્પિટલની નવી ૧૬૦પથારીની નિરીક્ષણ કર્યું એ ફક્ત ૭ દિવસમાં ઉભી કરવામાં આવી છે જેમાં ઓક્ષીજન વેન્ટિલેટર અને આઈ સી યુ સહિતની સુવિધા છે બાકીની મંજુશ્રી કિડની હોસ્પિટલમા નવી ૮૦ પથારીની સુવિધા કરવામાં આવી રહી છે અને કેન્સર વિભાગમાં પણ નવી ૩૦ પથારીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જાેકે આ સેવાઓ કાર્યરત થઈ જશે પરંતુ યુ.એન મહેતા આજ થી જ ચાલુ કરી દેવમાં આવી છે સુપરિટેન્ડન્ટ જે.વી મોદીને કહી દીધું છે કે બાકી વેઇટિંગ મા દર્દીઓ છે તેમને અહીં દાખલ કરવામાં આવે. રેમદેસીવીર ઈંજકેશન પણ હોસ્પિટલને મળી રહે તે મારે વ્યવસ્થા કરી છે ઓક્સિજની સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

જાેકે સરકાર ઘ્વારા ને આરોગ્ય વિભાગ ઘ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેક્શન હોલમાં ૯૦૦ બેડની પથારીનું કામ ચાલી રહ્યું છે એક અઠવાડિયામાં એ બેડ અપને માલી જશે અને ત્યાં દર્દીઓને શિફ્ટ કરવામાં આવશે. સામાજિક સંસ્થાઓ અને કેટલાક સમાજના આગેવાનો ઘ્વારા પણ તેમના કમ્યુનિટી હોલ પણ ફળવામાં આવતા છે પરંતુ એક જગ્યા માલી જવાથી કામ પૂરું નથી થતું બેડ નું વ્યવસ્થા માટે ઓક્સિજન અને પેરામેડીકલ સ્ટાફ જાેઈએ.

લોકડાઉન કોરોના માટે એક માત્ર વિકલ્પ નથી

લોકડાઉન અંગે પૂછતાં નાયબ પ્રધાને કહ્યું હતું કે સરકારે પહેલા થી જ કરફ્યુ સમય મર્યાદા વધારી દીધી છે ૨૦ શહેરોમાં અમલી છે અને મહાનગરપાલિકામા પણ છે બાકી એક અઠવાડિયાથી ગામડામાં ટ્ઠॅદ્બષ્ઠ માર્કેટ અને વેપારી માર્કેટ જેવા અનેક માર્કેટમાં સ્વયંભૂ લોકડાઉન અને વિકેન્ડ કરફ્યુ કર્યો છે એટલે આપોઆપ ૫૦ ટાકા જેટલું લોકડાઉન છે અનેં એક માત્ર લોકડાઉન આનો વિકલપ નથી અપડે જ આપણી જવાબદારી સમજવી પડશે વગર કારણ બહાર ના નીકળીએ માસ્ક ફરજીયાત પહેરે સોસીયલ ડિસ્ટન્સ જાળવે એજ કોરોનાનો એક ઉપાય છે.

નવી પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી

હાલમાં નીતિન પેટલ ઘ્વારા કહ્યું કે ૧૨૦૦ બેડ અને પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલ છે દર્દીઓ ને દાખલ થવા માટે વેઇટિંગ છે ત્યારે આજે જ યુ.એન મહેતા મા ૧૬૦ પથારીની વ્યવસ્થા કરી દીધી છે આજે જ એ ચાલુ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે બાકી કિડની હોસ્પિટલમા ૮૦ અને કેન્સર હોસ્પિટલમાં ૩૦ બેડ વધારવામાં આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીના કન્વેક્શન હોલમાં પણ ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે જે એક અઠવાડિયામાં તૈયાર થઈ ને સરકારને મલી જશે અત્યારે સરકાર એક પણ રુપિયાનો કે ખર્ચની ચિંતા કર્યા વગર જનતાને કેવી રીતે બચાવીએ તે ઉપર કામ કરી રહી છે.