આણંદ, તા.૨૧  

હરિયાળા વિસ્તાર તરીકે આણંદ જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને છે. વિકાસની સાથે સાથે પર્યાવરણનંુ જતન કરવાનું કામ આણંદ જિલ્લામાં થઈ રહ્યંુ છે. વિવિધ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ બચાવોના ઉદ્દેશ સાથે સાથે વિવિધ જાતના છોડનંુ રોપણ કરવામાં આવી રહ્યંુ છે. એટલંુ જ નહિ પર્યાવરણ અંગે જનજાગૃતા લાવવાનો પણ અથાર્ગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

શ્રી ડભોઉ કેળવણી મંડળ સંચાલિત શ્રી બીબી પટેલ હાઈસ્કૂલ ડભોઉ ખાતે કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ શનાભાઈ પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ સી. પટેલ, મંત્રી જગદિશભાઈ મનુભાઈ પટેલ તેમજ આચાર્ય તુષારભાઈ એમ. પટેલ તથા શિક્ષક મિત્રો હિતેશભાઈ નટુભાઈ ભોઈ, અલ્પેશભાઈ શર્મા અને સેવકભાઈ અંબાલાલ પટેલની ઉપસ્થિતિમાં શાળાના કંપાઉન્ડમાં વૃષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા કંપાઉન્ડમાં આસોપાલવ, લીમડો, નિલગીરી, ગુલમહોર, જાસુદ, સપ્તપર્ણી એમ વિવિધ જાતના ૩૦૦થી વધુ રોપાનું વૃષારોપણ કરવામાં આવ્યંુ હતું. બીજી તરફ વિશ્વભરમાં ઝડપથી બદલાતાં અને બગડતાં વાતાવરણને ધ્યાનમાં રાખીને બિનરાજકીય ધાર્મિક સંસ્થા દાવતે ઇસ્લામી હિન્દ તરફથી ભારતમાં ૧ કરોડ ૨૦ લાખ વૃક્ષ રોપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેનાં ભાગરૂપે દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા બોરસદમાં વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના સ્વંયસેવકો દ્વારા જાહેર અને ધાર્મિક સ્થાનો પર ૨૦૦થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોરસદ મામલતદાર એએમ શેરસીયા, નાયબ મામલતદાર ઉમેદભાઈ ચુનારા, સોહેલભાઈ મસાલાવાલા, શાહરૂખ અશરફી, સમીર સૈયદ, શબ્બીર પઠાણ તરીક સૈયદ અશફાક વહોરા, આશિક મલેક, અકરમ વહોરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.