બોડેલી. બોડેલી નજીક આવેલો રાત દિવસ ધમધમતો ઓરસંગ બ્રિજ જર્જરિત તો છે પણ તેની પેરાફીટ પણ તૂટી જવાની આરે છે, ત્યારે વાહન ચાલકો માટે જાેખમી બનેલા ઓરસંગ બ્રિજની મરામત જરૂરી બની છે. રાજપીપળા તરફનાં માર્ગે મા લગભગ એક કિ. મી.લાંબો ઓરસંગ બ્રિજ નો માર્ગ ખળખડધજ છે.તંત્ર દ્વારા થિંગડા પુરવાની કામગીરી ક્યારેક થાય છે.પણ તૂટેલી પેરાફિટ નું યોગ્ય સમારકામ થતું નથી.૧૯૯૦માં ભારે પુર આવતા ઓરસંગ બ્રિજ તૂટી ગયો હતો.ત્યાર પછી અડધા બ્રિજનું સમારકામ થયું હતું.ત્યાર થી અડધો બ્રિજ નવો અને અડધો જૂનો કાર્યરત છે.પણ અત્યારે બ્રિજ જર્જરિત છે.રેતી ખોદકામ ને લીધે પાયા છેક નીચે સુધી ડોકાઈ રહ્યા છે.બ્રિજની આવરદા પુરી થવા આવી છે.આવા જર્જરિત ઓરસંગ બ્રિજ પરથી રાત દિવસ વાહનો ધમધમી રહ્યા છે.મોડાસાથી મુંબઇ તરફનો ટ્રાફિક બોડેલીનાં ઓરસંગ બ્રિજ તરફ ખૂબ વળ્યો છે. રેતીની ટ્રકો પણ ઓવરલોડ દોડી રહી છે. આવા વ્યસ્ત ઓરસંગ બ્રિજ પર ટ્રાફિક વધતા હવે નદી પર બીજાે બ્રિજ બનાવવો જરૂરી બન્યો છે ત્યાં વાહનચાલકો જણાઈ રહ્યા છે