વડોદરા : વડોદરા શહેરના સૌથી વધુ વિકસિત અને વિકાસશીલ વિસ્તાર એવા ટીપી -૧૩ના છાણીમાં આવેલ જર્જરિત સરકારી શાળાનો કેટલોક ભાગ એકાએક ધરાશાયી થઇ ગયો હતો. સદ્ભાગ્યે કોરોનાની મહામારીને લઈને શાળામાં વેકેશન હોઈ વિદ્યાર્થીઓ ન હોઈ મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે.આ જર્જરિત શાળાની આસપાસ છાણી ગામના બાળકો રમતા હોય સીહી.તેમજ આ જગ્યાએ અવારનવાર લોકો એકત્ર થતા હોય છે. જેને લઈને ગમે ત્યારે આ બિલ્ડિંગનો બાકીનો ભાગ ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાશે.એવો ભય વોર્ડ બેના કોંગ્રેસના પ્રમુખ હરીશ પટેલે વ્યક્ત કર્યો છે.સમગ્ર શહેરમાં છાણી ગામનો અકલ્પનિય વિકાસ થઇ રહ્યો છે. ત્યારે આ શાળાના જર્જરિત બિલ્ડિંગને પણ ધરાશાયી કરીને વિકાસ કરવામાં આવે એવી લાગણી વ્યક્ત થઇ રહી છે. આ બાબતે પાલિકા ,સરકાર અને જિલ્લા તંત્ર સતવારતે ર્નિણય લે એવી માગ કરાઈ છે.