હિંમતનગર,તા.૨૬ 

હિંમતનગર શહેર સહિત તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૫૦ને પાર થઇ જતાં વહીવટી તંત્રની દોડધામ વધી ગઇ છે. ત્રણ દિવસમાં ૨૬ કેસ મળી આવતાં શહેર અને તાલુકામાં વહીવટી અને આરોગ્ય તંત્રની કલેક્ટરે મુલાકાત લઇ તંત્રની સૂચનાઓ પાલન કરવા રહીશોને જણાવ્યું હતું. હિંમતનગર શહેરમાં પોલોગ્રાઉન્ડ અને વ્હોરવાડ કોરોના હોટસ્પોટ બનતાં કોરોના વધુ ન વકરે તે માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે.શનિવારે કલેકટર સી.જે.પટેલે શહેરમાં જાહેર કરવામાં આવેલા કન્ટેન્ટમેન્ટ ઝોન મહાવીરનગરના કૈલાદેવી પાર્ક, પન્નાપાર્ક શ્રીનગર, પોલો ગ્રાઉન્ડ,મદ્રેસા હાઇસ્કૂલ પાછળનો વિસ્તાર મોટી-નાની વ્હોરવાડ માયઓન હાઇસ્કૂલ પાછળના વિસ્તારની મુલાકાત લઇ રહીશોને અંતર જાળવવા માસ્ક પહેરવા, સેનેટાઇઝેશન કરવા અંગે જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. મુલાકાત વખતે મામલતદાર એચ.કે.તરાલ, પોસઇ અલ્કેશ ગઢવી, કોમલબેન રાઠોડે કન્ટેન્ટમેન્ટના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપી હતી.