અમદાવાદ, રાજકોટમાં રહેતા ૨૬ વર્ષીય યુવકને કરમનાં વણાંકમાં સમસ્યા થઈ હોવાના કારણે સીધા ઉભા રહી શકતા ન હતા સીધા ઊંધી શકતા ન હતા અને સતત દુખાવો થયા કરતો હતો. યુવકે પોતાની બિમારીને અનેક હોસ્પિટલોમાં સારવાર માટે તપાસ કરાવી પરતું કોઈ જગ્યાએ સારવાર થઈ ન હતી. જેથી તેઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. સિવિલના ડોક્ટરોએ યુવકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ૪.૫ કલાક સુધી ઓપરેશન કરીને બિમારીનો અંત લાવ્યા હતા. ઓપરેશન બાદ યુવક સીધો ઉભો રહી શકતો હતો અને સીધો ઊંઘી પણ શકતો હતો. ૭ વર્ષ બાદ યુવક સીધો ઉભો રહેલો જાેઈને તેમના પરીવારજનોએ સિવિલના ડોક્ટરો તથા તેમના સ્ટાફનો આભાર પણ માન્યો હતો. રાજકોટના ૨૬ વર્ષીય રહીમભાઈને ધીમે ધીમે કમરનાં વણાંક પર અચર થવા લાગી હતી અને છેલ્લા ૭ વર્ષથી તેઓ સીધા ઊંઘી શકતા ન હતા જાે કે આ તકલીફ એટલી બધી વધવા લાગી હતી કે તેઓ કમરથી વળવા લાગ્યા હતા. જેના કારણે તેમણે રાજકોટ સિવિલમાં અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની પીડા અંગે તપાસ પણ કરાઈ હતી. પરંતુ છેલ્લા ૫-૬ મહીનાથી તકલીફ એટલી વધવા લાગી હતી કે તેમણે એમઆરઆઈ કરાવ્યું હતુ જેમાં કમરમાં વણાંક વધી ગયો હોવાનું સામે આવ્યું હતુ. આ માટે ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલો, પ્રાઈવેટ હોસ્પિટલોનો સંપર્ક પણ કર્યો, મણકાના ડોક્ટરોને પણ બતાવ્યું હતુ જેમાં તેમને ઓપરેશન માટે રૂ.૧૦ લાખનો ખર્ચ થતો હોવાનું જણાવ્યું હતુ. જાે કે દરમિયાન એક ડોક્ટરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જમાવ્યું હોવાથી રહીમભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબોએ રહીમભાઈની પરિસ્થિતિ પારખી, દાખલ કરી સારવારમાં લાગી ગયા હતા. જે માટે એક્સરે, સીટીસ્કેન, એમઆરઆઈ મેળવીને કમરનો વળાંક વધી ગયેલો હોવાનું અને ઓપરેશન કરવાનું જણાવ્યું હતુ. જાે કે ઓપરેશન દરમિયાન કરોડરજ્જુને ઈજા થઈ શકે તે માટે સતત આધુનિક મશીનની જરૂર પડતી હોવાથી ડોક્ટરોના સ્ટાફે આ અંગે ચર્ચા વિચારણ કરી હતી બાદમાં જેમાં ઓપરેશન બાદ દર્દીની હાલત ગંભીર થઈ શકે, દર્દીને આઈસીયુમં લઈ જવાની જરૂર પણ પડી શકે તેમજ દર્દીના જીવને જાેખમ પણ થઈ શકે તેવી તમામ મુશ્કેલીઓ પર ચર્ચા કર્યા બાદ આવી મુશ્કેલીઓ હોવા છંતા પણ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.