ગાંધીનગર,તા.૧૦

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્ટેટ મોડેલ યુનિટ ગાંધીનગરની કચેરી દ્વારા પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડી.એમ.એફ. છોટાઉદેપુર ખાતે વર્ષ ૨૦૧૯ ૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ફાળવેલ ગ્રાન્ટમાંથી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી મુકામે ગણિત વિજ્ઞાન એક્ટિવિટી રૂમ અને ઈન્ટિગ્રેટેડ. રીડિંગ એન્ડ લર્નિંગ સેન્ટર આપવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગાંધીનગર કચેરી દ્વારા નિમાયેલી ટીમ સ્વાંગ કમ્યુનિકેશન એજન્સી દ્વારા શોર્ટ ફિલ્મ આ પ્રોજેકટ સંદર્ભે બનાવવામાં આવી હતી.

જેમાં જિલ્લા વહિવટી તંત્રની ટીમ માં કુશલ પટેલ અને મોઈન બલોચ ના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી .જિલ્લા વહિવટી તંત્રની આ પ્રોજેક્ટ દ્વારા શાળાના તથા બોડેલીના યુવાનોમાં વાંચન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે શાળા તરફથી પણ પ્રયત્નો કરવામાં આવે છે યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ જાગે અને ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાંથીજ આઇ.એ.એસ, આઇ.પી.એસ અધિકારીઓ મળી રહે, શાળામાંથી જ તેમજ બોડેલી ગામના યુવાનો આ લાઈબ્રેરી લેબોરેટરીનો ઉપયોગ કરે અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે.