શ્વાન એક લાખ રૂપિયા ભરેલી બૅગ ઉઠાવીને રફુચક્કર થઈ ગયો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, મે 2026  |   2871

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે જાેઈને સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. સમગ્ર ઘટના શહેરના કિલાવાળી મસ્જિદ પાસે બની હતી. જ્યાં એક વેપારીની એક લાખ રૂપિયાથી ભરેલી બેગ એક રખડતું શ્વાન ઉપાડીને ફરાર થઈ ગયું હતું. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વેપારીએ બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. તે કોઈ જરૂરી કામ માટે બજારમાં આવ્યો અને આ દરમિયાન તે કિલ્લાવાળી મસ્જિદમાં નમાજ પઢવા માટે રોકાયો હતો. ઉતાવળમાં તે પોતાની બાઈક પર રાખેલી રૂપિયા ભરેલી કાળા રંગની બેગ છોડીને જ મસ્જિદ અંદર જતો રહ્યો હતો. બેગમાં રોકડ રકમ રાખેલી હતી. આ દરમિયાન ત્યાં અચાનક એક શ્વાન આવ્યું હતું. જણાવ્યાં અનુસાર શ્વાન કાળા રંગના બેગમાં ભોજન કે અન્ય ખાવાની વસ્તુ હોવાનું સમજીને બેગ પોતાના મોંમાં દબાવીને જતું રહ્યું હતું. જ્યારે વેપારી નમાજ પઢીને બહાર આવ્યો તો તેણે જાેયું કે, બાઇક પર રાખેલી બેગ ગાયબ છે. પહેલા તો તેણે આસપાસ ઘણી શોધખોળ કરી, પરંતુ કંઈ જાણવા મળ્યું નહીં.ગભરાયેલા વેપારીએ આસપાસના લોકોની પૂછપરછ કરી, પરંતુ બેગની કોઈ જાણકારી મળી નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution