મહેસાણા-

સામાન્ય રીતે પોલીસ અને જનતા વચ્ચે છાસવારે બોલાચાલી કે ઝઘડા થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. સાથે સાથે રોડ ઉપર ઊભા રહીને કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ ઉપર ક્યારેક વાહન ચાલકો જીવનનું જાેખમ ઊભી કરતા હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો મહેસાણા શહેરમાં બન્યો છે. જ્યાં કાયદો તોડનાર કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કરતા મહિલા પીએસઆઈ ઉપર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મહેસાણા શહેરમાં આવેલા ગોપીનાળા બહાર ટ્રાફિક પોઈન્ટ ઉપર મહિલા પીએસઆઈ વીપી સોલંકી ફરજ બજાવી રહ્યા હતા.

આ સમય દરમિયાન કાળા કાચ વાળી કાર ત્યાંથી પસાર થતી હતી. કાચ ઉપર કાળી ફિલમ લગાવેલી હોવાથી કાયદાનો ભંગ થતો દેખાયો હતો. જેથી મહિલા પીએસઆઈએ આ કાર ચાલકને રોકવાનો કારની આગળ ઊભા રહ્યા હતા. કાર ચાલકે ધીમે ધીમે કરીને આગળ વધી મહિલા પીએસઆઈ ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. અને ત્યાંથી ફરાર થયો હતો. મહિલા ઉપર કાર ચડાવવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બીજી તરફ મહિલા પીએસઆઈ વીપી સોલંકીએ કાર ચાલકને ઝડપીને તેની સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથધરી હતી. સીસીટીવીમાં દેખાય છે તેમ ગોપીનાળા બહાર ટ્રાફિક પોઈન્ટ ઉપર મહિલા પીએસઆઈ ફરજ બજાવી રહ્યા છે. આ સમયે કાળાકાચવાળી કાર ત્યાંથી પસાર થઈ રહી છે. આ કારને રોકવા માટે મહિલા પીએસઆઈ કારની આગળ ઊભા રહ્યા હતા. કાર ચાલકે કાર રોકવાના બદલે તેમની ઉપર ચડાવવાનો પ્રયત્ન કરે છે. આ દ્રશ્ય જાેઈને બીજા પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી આવે છે. પરંતુ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે. આમ મહિલા પીએસઆઈને કચડવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે, સદનસીબે તેઓ બાજુ પર આવી જતા તેમને કોઈ ઈજાઓ પહોંચી નથી. બહાદુર પીએસઆઈએ આરોપી કાર ચાલકને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. કારથી કચડવાના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.