ડભોઇ 

ડભોઇ બોડેલી રોડ ઉપર પણસોલી ગામ નજીક ઊભેલી ટ્રક માં પાછળ થી પૂર ઝડપે આવતી હાઈવા ટ્રક ના ચાલક દ્વારા બ્રેક ન લાગતાં અથાડી દીધી હતી. જ્યારે ડ્રાઈવર હાઈવા ટ્રકમાં ફસાઈ જતાં આસપાસના લોકો એ ડભોઇ ફાયર ટીમ ની મદદ લીધી હતી ૨ કલાક ની ભારે જહેમત બાદ તેને સુરક્ષીત બહાર કઢાયો હતો.

ડભોઇ થી બોડેલી રોડ ઉપર સ્પીડ બ્રેકર ને કારણે બોડેલી રોડ ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાતા આવ્યા છે. ગત રાત્રીના ડભોઇ તરફ થી એક હાઈવા ટ્રક પૂર ઝડપે બોડેલી તરફ જતી હતી ત્યારે અચાનક પણસોલી ગામ નજીક આગળ ઊભેલી એક ટ્રક ને પાછળ ની સાઈડ થી પૂર ઝડપે અથાડી દેતા ડ્રાઈવર હાઈવામાં ફસાઈ ગયો હતો. જેની જાણ ડભોઇ ફાયર ટીમ ને કરતાં ડભોઇ ફાયર ટીમ દ્વારા ૨ કલાક ની ભારે જહેમત બાદ તેને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. અને મોટી જાણહાની થતાં ટળી હતી. જો કે લોકો નું કહેવું છેઃ કે આ રોડ ઉપર આવેલા નાના નાના સ્પીડબ્રેકર સળંગ ને બદલે એક કરવામાં આવે તે જરૂરી છે.