જમ્મુ-

જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો કરવાની કાવતરું બહાર આવ્યા બાદ હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં એક ડ્રોન જોવા મળ્યો છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારત સરકારે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને ઈસ્લામાબાદ સમક્ષ તેની કડક નિંદા કરી છે. વિદેશ મંત્રાલય પણ આજે સાંજે પાંચ વાગ્યે આ મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન જારી કરશે. સૂત્રોએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે ડ્રોન ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

રવિવારે જમ્મુના એરબેઝ પર ડ્રોન હુમલો થયો હતો. ડ્રોન બ્લાસ્ટમાં એરબેઝને નુકસાન થયું હતું. રવિવારે જમ્મુના એરબેઝ પર ડ્રોન હુમલો થયો હતો. ડ્રોન બ્લાસ્ટમાં એરબેઝને નુકસાન થયું હતું. આતંકીઓ હુમલા માટે સતત ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. એરબેઝ પર હુમલો થયાના બીજા જ દિવસે આતંકવાદીઓએ પણ ડ્રોન વડે સૈન્ય સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે 3 વાગ્યે જમ્મુના કાલુચક સ્ટેશન પર ડ્રોન નજરે ચઢ્યા હતા.

ડ્રોન હુમલાથી એરબેઝની છતને નુકસાન

રવિવારે મોડી રાતે આતંકીઓએ જમ્મુ એરબેઝ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા, જેમાં છતને નુકસાન થયું હતું. પહેલો બ્લાસ્ટ મોડી રાત્રે 1.37 વાગ્યે થયો હતો. આની પાંચ મિનિટમાં જ બીજો વિસ્ફોટ થયો હતો. બે સૈનિકોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ થયો

આ પહેલીવાર છે જ્યારે સરહદ પાર બેઠેલા આતંકવાદીઓએ હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. અગાઉ આતંકવાદી હુમલામાં ડ્રોનનો ઉપયોગ જોવા મળ્યો ન હતો. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. ડ્રોન દ્વારા હુમલો કરવામાં પણ બહુ ખર્ચ થતો નથી. ઉપરાંત, આવા હુમલાનું જોખમ ઓછું છે. ડ્રોન ખૂબ નીચા ઉડાન કરી શકે છે, જેથી તેઓ રડાર દ્વારા પણ પકડાય નહીં.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારત આપી ચેતવણી

ભારતે આ મામલો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રમાં વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ચેતવણી આપી હતી કે આતંકીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ ચિંતાનો વિષય છે. જો આ મામલે કંઇ કરવામાં નહીં આવે તો આતંકવાદ સામેની લડત જીતવી મુશ્કેલ થઈ શકે છે.