નવીદિલ્હી

ટીમ ઈન્ડિયાનો ઓપનર પૃથ્વી શો એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલા પ્રથમ ટેસ્ટમાં અત્યંત ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. આ પછી તેની ચારે બાજુથી ટીકા થવાનું શરૂ થઈ ચૂક્યું છે. શોએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી પોતાના ટીકાકારોને મેસેજ આપ્યો છે.

શોએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે ક્યારેક-ક્યારેક જ્યારે લોકો તમને કશુંક કરવા માટે ઉશ્કેરે છે તો સમજી લેજો કે તમે એમ કરી શકો છો પરંતુ એ લોકો નથી કરી શકતાં. શોએ ગુલાબી બોલથી રમાયેલા ડે-નાઈટ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ખાતું પણ ખોલાવ્યું નહોતું.પૃથ્વીએ બીજી ઈનિંગમાં માત્ર ચાર જ રજ બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં તેને મીશેલ સ્ટાર્કે આઉટ કર્યો અને બીજી ઈનિંગમાં પેટ કમિન્સે તેનું બોલ્ડ કાઢ્યું હતું. બન્ને ઈનિંગમાં સમાન વાત એ રહી કે પૃથ્વી એક જ પ્રકારે આઉટ થયો હતો. શ્રેણીની શરૂઆત પહેલાંથી જ સુનિલ ગાવસ્કરે પૃથ્વી વિશે કહ્યું હતું કે તેણે પોતાના ડિફેન્સને મજબૂત કરવાની જરૂર છે. ગાવસ્કર ઉપરાંત રિકી પોન્ટીંગ પણ પૃથ્વીની કમીઓ અંગે વાતો કરી રહ્યો હતો.