અંક્લેશ્વર, વાલિયા તાલુકા ના ઈટકલા ગામ ની ગૃપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ કેસર ગામ માં પ્રાથમિક સુવિધા ના અભાવે ગામ ના મતદારો મતદાન પ્રક્રિયા થી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતુ થયુ હતુ. એક પણ મત ન પડતા રાજકીય પક્ષો ના ઉમેદવારો પણ મૂંઝવણ માં મુકાયા હતા. ભારત દેશ ની આઝાદી ને ૭૩ વર્ષ વીતી ગયા છે. ત્યારે વાલિયા તાલુકા નાં ઈટકલા ગામ ની ગૃપ ગ્રામ પંચાયત માં આવતા કેસર ગામ ના લોકો આજે પણ વિકાસ થી વંચિત રહ્યા છે. કેસર ગામ માં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસર ગામ અને ઈટકલા ગામ ની ગૃપ ગ્રામ પંચાયત આવેલ છે. જેથી કેસર ગામ ના લોકો એ સસ્તા અનાજ ની દુકાન માં સામાન લેવા ઈટકલા ગામ ખાતે જવુ પડે છે. ઉપરાંત શાળા ના બાળકોએ જીવના જાેખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે ઈટકલા ગામ માં જવુ પડતુ હોય છે. આ બંને ગામ વચ્ચે કીમ નદી વચ્ચે અડધો કિલો મીટર જેટલુ અંતર થાય છે. પુલ ન હોવાના કારણે કેસર ગામ ના લોકો એ ચાર ગામ ફરીને ૨૦ કિલો મીટરનું અંતર કાપી ને જવુ પડે છે.

આ નદી પર પુલ બનાવવા ની અનેકવાર માંગ કરવામાં આવી છે, પરંતુ તંત્ર અને નેતા ઓ એ બસ વાયદાઓ કર્યા હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ૭ વર્ષ પહેલા ભરુચ જિલ્લા કલેકટર અને સાંસદ મનસુખ વસાવા એ રૂબરૂ મુલાકાત લઈ ગામ માં પુલ અને અન્ય પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ગ્રામજ નો ને વાયદાઓ સિવાય કઈ મળ્યુ નથી. ત્યારે ગામ ના આગેવાનો એ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.જે બાદ આજરોજ મતદાન ના દિવસે ગામ ના ૩૦૦ જેટલા મતદારો મતદાન નહિ કરી ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ મતદાન નહિ કરતા વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો ના ઉમેદવારો અને નેતા ઓ દોડતા થયા હતા.કેસર ગામ ના સ્થાનિક રહીશ જયેશ પટેલે જણાવ્યુ હતુ કે અમારા ગામ માં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ છે , જે અંગે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ હજી સુધી અમારી સમસ્યા નું નિરાકરણ આવ્યુ નથી.ગામ ના બાળકો એ ઈટકલા ગામ માં અભ્યાસ અર્થે જીવન જાેખમે કિમ નદી પર કરીને જવુ પડે છે, હવે જયાં સુધી અમારી સમસ્યાઓ નું નિરાકરણ નહિ આવે ત્યાં ચૂંટણીનો બહિષ્કાર કરશે.