બોડેલી, તા.૨૬ 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ જલારામ જનરલ હોસ્પિટલમાં બોડેલી સહિત આસપાસના લોકો આ હોસ્પિટલ નો લાભ લેતા હોય છે . પણ કેટલાય સમય થી ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદને લઈ હોસ્પિટલ ના કર્મચારીઑને પગાર છેલ્લા ચાર મહિનાથી આપવામાં આવતો નથી . જેને લઈ હોસ્પિટલ ના કર્મચારીઓ ને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે .હોસ્પિટલ માં કામ કરતાં કેટલાક કર્મચારીઓ પોતાનું ઘર ચલાવવા માટે આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે. તો કેટલાક કર્મચારીઓએ તો પોતાના ઘરેણાં પણ ગીરવે મુક્યાં છે .હાલ કર્મચારીઓ ને પગાર ન મળતા હાલત કફોડી બની છે હોસ્પિટલ ના ટ્રસ્ટીઑ પૈકી ના કેટલાક ટ્રસ્ટીઓ ગુજરી ગયા હતા તો કેટલાક ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા હતા . જે ટ્રસ્ટીઓ રહ્યા તેઓ વચ્ચે કામગીરી બાબતે અવિશ્વાસ ઊભો થયો હતો જેમાં ટ્રસ્ટી વસંતભાઈ શાહ ને ટ્રસ્ટી પદે થી બરતરફ કરવામાં આવ્યા હતા જ્યારે ટ્રસ્ટી હસમુખભાઈ ઠક્કર ને પણ ગેરરીતી કરવાના આક્ષેપ સાથે બરતરફ કરવા માં આવ્યા હતા . હસમુખ ભાઈ ઠક્કરે જે હોસ્પિટલ નું ટ્રસ્ટ નું સંચાલન માટેના બેન્ક એકાઉન્ટની લેવડ દેવડ અટકાવી સિજ કરાવી દીધી છે જેને લઈ હવે હોસ્પિટલ કર્મચારીઑ ના પગાર કરવામાં મુશ્કેલી ઉભી થઇ છે જ્યારે નવા નિમાયેલા ટ્રસ્ટીઑ જણાવી રહ્યા છે કે આ બાબતે ચેરિટી કમિશ્નર દ્રારા અધિક્ષક ની નિમણૂક કરવામાં આવી છે.