અમદાવાદ, ગુજરાતના ગુનેગારોનો સામનો કરવા ટીમમાં બેલ્જિયમ મેલીન્સ ડોગનો સમાવેશ કરાયો છે. સામાન્ય રીતે ગુજરાત પોલીસ વિભાગમાં ડોગ ટ્રેકર ડોગ અને નાર્કોટિક સ્નિફર ડોગ આપણે જાેયા છે. પરંતુ ગુજરાત પોલીસ વિભાગની ક્ષમતામાં હવે વધુ એક મજબૂતાઈપૂર્વકનો પાયો ઉમેરાયો છે.

હવે આ ટીમમાં બેલ્જિયમ ડોગનો સમાવેશ કરાયો છે. આ ડોગ કોઈ સામાન્ય શ્વાન નથી. ખૂંખાર આતંકીઓની સામે બહાદુરીથી લડાઈ આપી શકે તે પ્રકારના આ ડોગ હોય છે. ડોગને ચેતક કમાન્ડોની સાથે રાખવામાં આવે છે. કોઈપણ જગ્યાએ આતંકી હુમલો થાય અથવા તો કેમિકલ હુમલો થાય તે સમયે આ ખાસ પ્રકારના ડોગ મેદાને ઉતારાતા હોય છે, જે આતંકીઓનો ખાત્મો બોલાવી દે છે. ગુજરાત પોલીસ વિભાગે ગત વર્ષે જ ૬ જેટલા બેલજીયમ મેલીન્સ ડોગ ખરીદ્યા છે. આ શ્વાનને એક ચેતક કમાન્ડોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, તેનાથી પણ કપરી ટ્રેનિંગ અપાય છે.ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ ભારતનું એક માત્ર એવું પોલીસ વિભાગ છે, જેની પાસે બેલ્જિયમ મેલીનન્સ ડોગની બ્રિડ છે. એક શ્વાનનની કિંમત રૂપિયા ૮૦,૦૦૦ થી ૧ લાખ હોય છે. જ્યારે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૦ થી ૩૫ લાખની કિંમત થાય છે. હાઉસ ઈન્ટરવેન્શન, વ્હીકલ ઇન્ટરવેશન તથા આતંકીઓનો ખાતમો કરવાનો હોય તેવા સમયે આ શ્વાનને મેદાને ઉતારવામાં આવતા હોય છે. એવી કોઈ જગ્યા કે જ્યાં કોઈ માણસ કે વ્યક્તિ સીધી રીતે પહોંચી શકે તેમ ન હોય તેવી જગ્યાએ આ બેલ્જિયમ મેલીનન્સ પ્રકારના ડોગને પહોંચાડવામાં આવતા હોય છે.

 ચબરાક સાથે સાથે હુમલો કરવાની તીવ્રતા આ શ્વાનમાં એક ચેતક કમાન્ડો જેવી હોય છે. આ ખાસ પ્રકારના શ્વાનને ટ્રેનિંગ આપવા માટે થઈને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૨૨ લાખની એક્સપ્લોઝિવ દ્રવ્યની સુગંધ પારખવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ નવીનીકરણ ગુજરાત પોલીસ વિભાગમાં જાેવા મળ્યું છે.રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ વિભાગના ડોગ માટે થઈને કે-નાઈન તાલીમ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં દ્ભઝ્રય્ એપ્રુવડ ડોગ અને વેક્સીનેટેડ ડોગ રાખવામાં આવે છે.