વોશ્ગિટંન-

અમેરિકામાં કોરોના વાયરસ છેલ્લા કેટલાક મહિનાઓથી હાહાકાર મચાવી રહ્યો છે. આ મહામારીના કારણે અમેરિકાના અર્થતંત્રને જબ્બર ફટકો પડ્યો છે. હવે નવી ચૂંટાયેલી બાઈડેન સરકાર માટે અમેરિકાના અર્થતંત્રને ફરી બેઠું કરવાની મોટી જવાબદારી આવી પડી છે.

અમેરિકાને ફરી બેઠું કરવા માટે નવા ચૂંટાયેલા પ્રમુખ જાે બિડેન ફેડરલ રિઝર્વના ચેરમેન જેનેટ યેલેનને નાણામંત્રી બનાવે તેવી શક્યતા છે. ટુંક સમયમાં જેનેટ યેલેનના નામની જાહેરાત થવાની શક્યતા છે, એમ અમેરિકાના માધ્યમોએ જણાવ્યું હતું. નાણા મંત્રીની પસંદગી બિડેન વહીવટી તંત્રની આ પાંચમી નિમણુંક હશે. જાે તેમને જ પસંદગે થશે તો અમેરિકાના નાણા મંત્રી બનનાર તેઓ પહેલા મહિલા હશે. હાલમાં બુ્રકીન્ગ્સ ઇન્સટીટયુટ થીંક ટેંક જેનેટ 2014થી 2018 સુધી રિઝર્વ બેન્કના અને 1997થી 1999 સુધી વ્હાઇટ હાઉસ કાઉન્સિલ ઓફ ઇકોનોમિક્‌ એડવાઇઝર્સના ચેરમેન હતા. 

ફેડરેશનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા જેનેટ યેલેન નાણા મંત્રાલયનું સેન્ટ્રલ બેન્કનું અને વ્હાઇટ હાઉસ કાઉન્સિલ ઓફ ઇકોનોમિકસનું નેતૃત્વ કરનાર પણ પ્રથમ મહિલા હશે- એમ એક જાણીતા સમાચારપત્રએ જણાવ્યું હતું. જાે કે બિડેન-હેરિસ વહીવટી તંત્રે આ સંભવિત નિમણુંક અંગે હાલ કોઈ જ જાણકારી આપવામાં આવી નથી.