જામનગર-

આ વર્ષે વધુ પડતી માત્ર પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. જામનગર અને દ્વારકા જીલ્લામાં વરસેલા વરસાદે આ જીલ્લાના ખેડૂતોની દશા બગાડી ને મૂકી છે. જામનગરના એક ખેડૂતે વધુ પડતા વરસાદના કારણેકરને નુકશાન ગયેલા પાક ને સળગાવી મુક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના કાલાવડ તાલુકાના બાંગા ગામે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીનો પાક સળગાવી દીધો છે. ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીમાં ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જામનગરના કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થઈ રહી છે. તેમનું કહેવું એમ હતું કે, સરકારે છૂટ આપી હોવા છતાં પણ નાફેડના કર્મચારીઓ અને મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યાં છે.