દિલ્હી-

દેશના પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રો અનુસાર, પેટ્રોલ અને ડીઝલને GST માં સામેલ કરવા અંગે રાજયો સાથે થયેલી વાતચીતમાં તેમણે તૈયારી દર્શાવી હતી અનેક રાજયોએ પેટ્રોલ અને ડીઝલને GST માંથી બાકાત રાખવા દબાણ કરતાં સરકારે એ મુદ્દાને પાછળ ધકેલી દીધો હતો, પરંતુ ગેસને GST માં સામેલ કરવા અંગેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રારંભિક ચર્ચામાં આ મુદ્દે રાજયોએ સકારાત્મક પ્રતિભાવ આપતા સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કેન્દ્રના પેટ્રોલિયન મંત્રાલયે આ મામલે નાણા મંત્રાલયને એક ચીઠ્ઠી મોકલી હતી.જો કે અંતિમ નિર્ણય તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં જ લેવાશે. સરકારનો ઇરાદો તો ચાલુ વર્ષના અંતે સુધી તેની પર અમલ શરૂ કરી દેવાનો છે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં વિરોધ કર્યો હતો, અંતે તમામ રાજયો સંમંત થયા હતા. પેટ્રોલ અને ડીઝલને સામેલ કરવા સામે વાંધો એટલા માટે પણ છે કે લગભગ તમામ રાજયોની તિજોરી ખાલી છે.ઔદ્યોગિક પ્રવૃતિઓ બંધ હોવાથી રાજયો માટે પેટ્રોલ અને ડીઝલમાંથી મળતી મહેસુલી આવક તેમના માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે.આ જોતાં જયાં સુધી આર્થિક સ્થિતિમાં સુધાર નહીં આવે ત્યાં સુધી તો પેટ્રોલ-ડીઝલને પણ જીએસટીમાં સામેલ કરાય તેવી શકયતા ઓછી દેખાય છે.