અમદાવાદ, શહેરમાં વટવા જીઆઈડીસીમાં ફેઝ-૪ માં આવેલી એલ્યુમિનિયમ ફોઈલ બનાવતી કંપનીમાં બોઈલર ફાટતા અચાનક આગે વીકરાળ  સ્વરૂપ ઘારણ કર્યુ હતુ. જાે કે આગને જાેઈને ફાયર બ્રિગેડે ફાયર કોલ પણ જાહેક કર્યો હતો. બીજી બાજુ ફાયરબ્રિગેડની ૪૭ ગાડીઓએ ૨ રોબોર્ટ સહીત ફાયરબ્રિગેડના ૨૦૦થી પણ વઘુ જવાનોએ  આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથધરી હતી. જાે કે ૨૦ કલાકની જેહમતભરી કામગીરી બાદ આગ  પર કાબુ મેળવવામાં આવ્યો છે. જાે કે આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી. બોઈલર ગરમ થતા ફાટ્યુ હોવાથી આગ લાગી અને વિકરાળ સ્વરૂ ધારણ કર્યુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

શહેરની વટવા જીઆઈડીસીમાં ફેઝ-૪માં આવેલી એલ્યુમિનિયમ ફોઈલ બનાવતી કંપનીમાં શુક્રવારે રાત્રીના સમયે બોઈલર ગરમ થઈને ફાટતા અચાનક આગ લાગી હતી. તથા બીજા કેમિકલના બોઈલરો ઉડીને આગમાં સમાઈ જતા આગે વિકરાળ સ્વરૂપ લીધુ હતુ. આગની તીવ્રતાને જાેઈને ફાયર બ્રિગેડે ફાયર કોલ જાહેર કરતાની સાથે ફાયરબ્રિગેડની ૪૭ ગાડીઓ આગ બુજાવવાની  કામગીરી હાથધરી રહી છે. બીજી બાજુ ૨ રોબોર્ટ અને ૨૦૦ થી વઘુ ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથધરવામાં આવી હતી. આગના પગલે કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ ની તીવ્રતાને જાેઈને આસપાસની કંપનીમાં જ્વલનસીલ પદાર્થોને બીજે ખસેડવામાં આવ્યા હતા તથા આસપાસની કંપનીઓને બંધ કરી દેવામાં આવી હતી. ૨૦ કલાક સુધી લગભગ ૫ લાખ લિટરથી પણ વધારે પાણીનો મારો કર્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. એટલુ જ નહી રોબોર્ટની મદદ પણ લેવામાં આવી હતી. જાે કે આગ લાગતા કંપનીમાં કામ કરતા ૭૦ જેટલા કર્મચારીઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા.

આગ પર કાબુ મેળવવા ૨ ફાયર રોબોટનો ઉપયોગ કર્યો

આગ એટલી વિકરાળ હતી જેના પગલે ફાયરબ્રિગેડે ફાયર કોલ જાહેર કરી ૨૦૦ ફાયરજવાનોની સાથે બે ફાયર રોબોટ પણ ઘટના સ્થળે ઉતાર્યા હતા. ફાયર રોબોટમાં પાંચ હજાર લિટર પાણીની ક્ષમતાનો પંપ રહેલો હોવાથી તથા આ રોબોટમાં થર્મલ વિઝન કેમેરાથી સજ્જ હતા અને ૫૦૦ મીટર સુધી જાેઈ શકે તથા ૪૦ મીટર સુધી પાણીનો ફુવારો કરી શકે તેમ હોવાથી ૨ ફાયર રોબોટને આ આગની ઘટનામાં લાવવામાં આવ્યા હતા.  

ફાયરસેફટી હતી કે નહી તે અંગે તપાસ ચાલુ

આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓએ આ કંપનીમાં ફાયરસેફટી છે કે નહી તથા ફાયર એનોસી કંપની પાસે હતુ કે નહી તે અંગેની તપાસ હાથધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગનું કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી છે.