વડોદરા : કોવિડ હોસ્પિટલોમાં ઈલેકટ્રીક ઉપકરણોનો સતત અને સખત ઉપયોગ થતો હોવાથી કોવિડ વોર્ડમાં શોર્ટસર્કિટથી આગ લાગવાના બનાવો બને છે. અગનજ્વાળામાં કામગીરી કરવા માટે ખાસ પ્રકારના યુનિફોર્મ ‘સિલ્વર સૂટ’ પહેરવામાં આવે છે. આજે મોકડ્રીલમાં આ સિલ્વર સૂટનો ઉપયોગ કરાયો હતો. સિલ્વર સૂટ અંગે ફાયર સેફટીના અધિકારી ક્રિષ્ણાભાઈએ જણાવ્યું હતું કે સિલ્વર સૂટ પહેરીને અગનજ્વાળામાં પાંચથી સાત મિનિટ સુધી બચાવ કામગીરી કરી શકાય છે જે હોસ્પિટલના ફાયરસેફટી વિભાગ પાસે અડધો ડઝન સિલ્વર સૂટ સ્ટોકમાં હોવાનું જણાવ્યું હતું.