અમદાવાદ,તા.૬  

નવરંગપુરામાં આવેલી કોવિડ-૧૯ ખાનગી શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે અચાનક આગ ભભૂકી હતી. આ દુર્ઘટનાનો પ્રત્યક્ષદર્શી એવા હાૅસ્પિટલના વોર્ડ બોય  ચિરાગ પટેલે આ ગોઝારી રાતની કહાની દર્શાવી છે.હાૅસ્પિટલના વોર્ડ બોય ચિરાગે જણાવ્યું કે, રાતે અઢી વાગ્યા સુધી બધુ બરાબર હતુ. ત્રણ વાગ્યાની આસપાસ આઈસીયુની અંદર શું બન્યુ એ મને ખબર નથી પરંતુ અંદરનો સ્ટાફ બહાર દોડતો દોડતો આવે છે. મને બોલાવીને કહે છે કે, પાણી લઇને ફટાફટ અંદર આવો. હું તેમની પાછળ પાછળ પાણી લઇને જાઉ છું. તો અંદર જોઉંછું કે, નવ નંબરનાં દર્દી પાસે આગ લાગી હોય છે. ત્યારે આગ વધારે મોટી નથી હોતી. પરંતુ દર્દીનાં વાળ પર આગ લાગી હતી. મેં દર્દીનાં વાળ પરથી આગ બુઝાવી દીધી. આ દરમિયાન સ્ટાફ બ્રધરની પીપીઇ કીટ આગ પકડી લે છે. તેને બચાવવા માટે હું ખેંચીને બહાર લાવ છું. ત્યારે જ મિતવાબેન ડાૅક્ટર કીટ પર પાણીનો છંટકાવ કરે છે પરંતુ તે આખે આખી ઓલવાતી નથી. બીજા ડાૅક્ટર પણ આગ બુઝાવવામાં પોતાની પીપીઇ કીટમાં આગ લગાવી દે છે. આ બંન્નેને ઓલવવાનો ટ્રાય અમે બહાર કરીએ છીએ તે ઓલવાઇ છે એટલામાં અંદર બ્લાસ્ટ થઇ ચૂક્યો હોય છે. અમે ડોક્ટર્સને કહ્યું કે તમે અન્ય દર્દીઓને બચાવીને બહાર લઇ જાવ. તમામ સ્ટાફે અન્ય દર્દીઓને સેફ જગ્યાએ લઇ ગયા. અંદર જે રૂમમાં બ્લાસ્ટ થયો હતો તેનો ધુમાડો એટલો બધો હતો કે અમે લોકો કશુ પણ જોઇ શકતા ન હતા. એ ફ્લોર પરના ૧૧ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ તેમની રીતે ચાલી નથી શકતા. ત્યારે મેં તે દાદીને ઉંચા કરીને નીચે લઇ જઉ છું. તેમને સેકન્ડ ફ્લોર પર મુકી આવી પાછો ઉપર આવું છું. તે દરમિયાન એક દાદી જે ચાલી નથી શકતા તે સીડીમાં પડેલા જોઉ છું અને તેમને પણ નીચે લઇ જાવ છું. એમની પાછળ એમનો દીકરો પણ પાછળ આવે છે. ઉપર જઇને જોઉ છું તો આઇસીયુની બહારનાં એકપમ દર્દી ત્યાં હતા નહીં બધા સેફ જગ્યાએ પહોંચી ગયા હોય છે.