ચંડીગઢ-

ભારતમાં કોરોનાની બીજી લહેર ભારે સાબિત થઈ છે, આ સાથે દેશમાં ફંગશના કેસની સંખ્યા વધતા ચિંતામાં વધારો થયો છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ સિવાય વ્હાઈટ અને યલ ફંગસના કેસે ચિંતા વધારી હતી ત્યારે હવે દેશમાં ગ્રીન કેસનો પહેલો કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. દેશમાં પંજાબમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ નોંધાયો છે. પંજાબના જલંધરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર અને જિલ્લા એપિડેમિઓલોજીસ્ટ પરમવીર સિંહ જણાવે છે કે, "દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. દર્દી સારવાર હેઠળ છે પરંતુ સ્થિતિ સ્થિર કહી શકાય તેવી નથી. આ અગાઉ પણ એક કેસ આવ્યો હતો પરંતુ તેની પુષ્ટી નહોતી થઈ."

બ્લેક ફંગસના કેસમાં દર્દીની આંખો, નાક, મગજ વગેરે સુધી ફંગસ પહોંચી જવાનો ખતરો રહેતા આંખ, જડબું વગેરે કાઢીને દર્દીને બચાવવાના પ્રયાસ કરતા હોય છે. ત્યારે હવે ગ્રીન ફંગસના કેસને લઈને ચિંતા ઘેરાઈ છે. અહીં પણ જાેવા મળ્યું છે કે દર્દીએ કોરોનાને હરાવ્યા પછી આ પ્રકારનો રોગ જાેવા મળ્યો છે. ગ્રીન ફંગસ એસ્પરગિલોસિસ તરીકે પણ ઓળખાય છે. જાેકે, સામાન્ય ભાષામાં લોકો ગ્રીન ફંગસ જ કહે છે. એક્સપર્ટનું માનીએ તો, એસ્પરજીલસ ઘણાં પ્રકારના હોય છે અને આ દર્દીના ફેફસામાં ઝડપથી ફંગલ ઈન્ફેક્શન ફેલાવે છે. આના કારણે ફેફસામાં પસ થઈ જાય છે અને બીમારીનું જાેખમ વધી જાય છે.

નિષ્ણાતોનું માનીએ તો આ ઈન્ફેક્શન માત્ર શરીરની અંદર જ નહીં બહાર પણ દેખાય છે. ભારતમાં ગ્રીન ફંગસના પહેલા કેસ અંગે શ્રી અરબિંદો ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ચેસ્ટ વિભાગના પ્રમુખ ડૉ. રવિ દોશીનું કહેવું છે કે, કોરોનાથી સાજા થઈ રહેલા આ દર્દીએ પોતાનો ટેસ્ટ એ વિચારીને કરાવ્યો હતો કે તે બ્લેક ફંગસનો શિકાર થયો હશે પરંતુ તપાસ કરતાં તેને ગ્રીન ફંગસે જકડી લીધાનું માલૂમ થયું.