દિલ્હી-

દેશભરમાં પ્રદુષણને અટકાવવા અને પર્યાવરણને બચાવવા સરકાર અનેક દિશામાં કામ કરી છે. ત્યારે દિલ્હી ખાતે દેશનું સૌ પ્રથમ સીએનજી સંચાલીત ટ્રેકટર લોન્ચ થયુ છે. દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીનાં હસ્તે સીએનજી ટ્રેકટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સીએનસી ટ્રેકટર પર્યાવરણ અને પ્રદુષણ સાથે ખેડૂતોને ડીઝલ ખર્ચનો બોજ પણ ઘટશે માર્ગ પરિવહન મંત્રાલય તરફથી સીએનજી ટ્રેકટરને માન્યતા આપતા હવે સીએનજી ટ્રેકટરો બજાર ઉપલબ્ધ થશે. ટ્રેકટરમાં સીએનજી કીટ ફીટ થઇ શકશે. ટ્રેકટર સ્ટાર્ટ કરતી વખતે ડીઝલની જરૂરીયાત રહેશે. ડીઝલથી એન્જીન ચાલુ થયા બાદ ઓટોમેટીક સીએનજીનો વપરાશ શરૂ થશે. દર વર્ષે ખેતીમાં ખેડૂતોને લાખો રૂપિયાનો ડીઝલ ખર્ચનો બોજ ઉઠાવવો પડે છે. જેમાં હવે મોટી બચત થશે નવા સીએનજી ટ્રેકટરથી પ્રદુષણનું સ્તર સુધરશે. સાથો સાથ પર્યાવરણને ફાયદો થશે. સીએનજી ટ્રેકટર મેન્ટેનસની દ્રષ્ટિએ ઓછુ ખર્ચાળ બનશે.