ગાંધીનગર-

નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં પ્રથમ ભાજપ કોર ગ્રુપની બેઠક મળી છે. કોર ગ્રુપની આ બેઠકમાં આગામી સમયે આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને સંગઠન સંરચના અંગે રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સાંભળતાની સાથે જ યોજાયેલ આ કોર ગ્રુપની બેઠકમાં રાષ્ટીય સહસંગઠન મહામંત્રી વી સતીશ, પૂર્વે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ ભાજપ સહસંગઠન મહામંત્રી ભીખુ દાલસાણીયા,મહામંત્રી શબ્દસરણ બ્રહ્મભટ્ટ,કે.સી.પટેલ,ભરતસિંહ પરમાર,ઉપાધ્યક્ષ ભાર્ગવભટ્ટ, આઈ.કે.જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ હાજરીમાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વર્તમાન કોરોના પરિસ્થિતિમાં કેવા પ્રકારે ચૂંટણી પ્રચાર અને જીતની રણ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે.