ગીર સોમનાથ-

જિલ્લાના કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓનો અહીં સંપૂર્ણ અમલ તો થાય જ છે. સાથોસાથ ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ અમલમાં મુુકવામાં આવે છે. ત્યારે આ વિઠ્ઠલપુર ગામમાં ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું છે.

આ ગામમાં સ્માર્ટ ટીવી, સીસી ટીવી કેમેરા, મોબાઈલ ચાર્જર, બસ ટાઇમ ટેબલ, લાયબ્રેરી, ડિજિટલ લાઈટિંગ વિગેરે સુવિધા યુક્ત બસ સ્ટેન્ડ ગામ આગેવાનો સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું દિકરીઓને માન અને સન્‍માનના સુત્ર સાથે ગીર સોમનાથ જિલ્‍લાના કોડીનાર તાલુકાના વિઠલપુર ગામે રાજયનું પ્રથમ સીસીટીવી સહિતની સુવિધા વાળુ ડિજીટલ મહિલા બસ સ્ટેન્ડ દિકરીઓના હસ્‍તે ખુલ્લુ મુક્યું છે. રાજ્યમાં પ્રથમ ડિજીટલ સુવિધાવાળા મહિલા બસ સ્‍ટેન્‍ડ અંગે વિઠલપુર ગામના સરપંચ પ્રતાપ મહિડાએ જણાવ્યું કે, વિઠલપુર ગામની 100 જેટલી દિકરીઓ અભ્‍યાસ અર્થે આસપાસના ગામોમાં તથા તાલુકા કક્ષાએ નિયમિત આવન-જાવન કરે છે. જેને ઘ્‍યાને લઇ ગ્રામજનોની લાગણી મુજબ અને દિકરીઓને માન પણ અને સન્માન પણના સુત્રને પરીપૂર્ણ કરવા દિકરીઓ માટે ખાસ મહિલા બસ સ્‍ટેન્‍ડ બનાવવામાં આવ્યું છે. બસ સ્‍ટેન્‍ડમાં સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જીગની, બસોનું ટાઇમ ટેબલ, લાયબ્રેરી સાથે ડિજીટલ લાઈટીંગ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. ગામમાંથી અભ્‍યાસ અર્થે આસપાસના ગામોમાં જતી દિકરીઓ બસ સ્‍ટેન્‍ડમાં બેસી વાંચન કરી શકે, મોબાઇલ ચાર્જીંગ કરી શકે તેવી ખાસ સુવિઘા ઉભી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓનો અહીં સંપૂર્ણ અમલ તો થાય જ છે.સાથોસાથ ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ અમલમાં મુુકવામાં આવે છે. ત્યારે આ વિઠ્ઠલપુર ગામમાં ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું છે.