સિડની 

વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 8 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. કોરોના મહામારી ના કારણે, આ કાર્યક્રમ જાન્યુઆરીને બદલે ફેબ્રુઆરીમાં યોજવામાં આવી રહ્યો છે.

પ્રોફેશનલ ટેનિસ એસોસિએશનએ ઓસ્ટ્રેલિયન ઓપનની નવી તારીખની પુષ્ટિ કરી છે. એટીપીએ કોરોનાને કારણે સીઝનના પ્રારંભિક સાત અઠવાડિયાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે.

એટીપી એ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ઓપન માટે પુરુષોની લાયકાતની ઇવેન્ટ 10 થી 13 જાન્યુઆરી સુધી દોહામાં યોજાશે. ત્યારબાદ ખેલાડીઓ મેલબોર્નમાં એકઠા થશે અને 14-દિવસની ક્વોરેન્ટાઇન પર જશે. ત્યાર બાદ ખેલાડીઓ મેલબોર્નમાં 12 ટીમોના એટીપી કપમાં રમશે.

આ ટુર્નામેન્ટની સાથે એડિલેડ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને વધારાની એટીપી 250 ટૂર્નામેન્ટ પણ રમવામાં આવશે. એટીપી કપ મેન્સ ઇવેન્ટ મેલબર્નમાં 1-5 ફેબ્રુઆરીથી યોજાશે જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન 8 ફેબ્રુઆરીથી શરૂ થશે.