દિલ્હી-

અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો પાયો નંખાઇ ગયો છે જે મંદિરને હિન્દુ મહકાવ્યો જેવા કે મહાભારત, રામાયણ,ના પ્રંસગોથી સજાવવામાં આવશે. ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે, અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના મંદિરની બ્યુ પ્રિન્ટ રજુ કરવામાં આવી છે જેમા પરંપરાગત મંદિરના સ્તંભો તથા હાથ કોતરણીની રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હાલમાં ભારતમાં આકાર લઇ રહી છે.

મંદિરની બ્યુ પ્રિન્ટ એક વિડીયો દ્વારા રજુ કરવામાં આવી હતી જેમા મંદિરને હિન્દુ મહાકાવ્ય મહાભારત તથા રામાયણના દ્રશ્યો દિવાલ પર કંડારવામાં આવ્યા હતા. મંદિરનો પાયો આ વર્ષે એપ્રિલમાં નંખાઇ ગયો હતો જેનુ બાંધકામ ડિસેમ્બરમાં શરું કરવામાં આવશે. 

અબુ મુરેખાહ વિસ્તારમાં કમ્પાઉન્ડની અંદર એક પુસ્તકાલય, એક વર્ગખંડ, એક મજલિસ અને એક કમ્યુનિટી સેન્ટર પણ છે અને પ્રવેશ પગથિયામાં પાણીના ધોધ જોવા મળી રહ્યા છે, મદિર પરીસરમાં બીજા ઘણા જળાશયો જોવા મળી રહ્યા છે  2020 ની શરૂઆતમાં માસ્ટર પ્લાનની રચના પૂર્ણ થઈ હતી, પંરતુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે મંદી દરમિયાન સ્થગિત કરવામાં આવી હતી, બીએપીએસ હિન્દુ મંદિરના પ્રવક્તા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે જ્યારે વીડિયો દ્વારા અંતિમ ડિઝાઇનનું વિઝ્યુઅલ પ્રકાશિત કરવામાં આવ્યું હોય.

સમુદાયના સમર્થન અને ભારત અને યુએઈમાં નેતૃત્વના માર્ગદર્શનથી ઐતિહાસિક મંદિરની કામગીરી પ્રગતિ કરી રહી છે. કોરોના વાયરસને કારણે ભારતમાં બની રહેલા સ્તભ તથા અંહિના કામકાજમાં થોડા ફરક પડ્યો હતો. અશોક કોટેચાએ જણાવ્યું હતું કે મુખ્ય મૂલ્યો અને સાર્વત્રિક શાણપણની વાર્તાઓ, અને મંદિર માટે વપરાયેલી પથ્થરની કોતરણી દ્વારા પ્રાચીન પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવશે.