આણંદ : ભારતના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન પ્રોજેક્ટના પ્રથમ ચરણમાં થયેલાં કાર્યો માટે થર્ડ પાર્ટી અસેસ્મેંટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગતવર્ષે સાંસદ આદર્શ ગ્રામ યોજનાનું મૂલ્યાંકન સફળ રીતે પૂર્ણ કર્યા બાદ ગ્રામીણ વિકાસ મંત્રાલયે, ભારત સરકાર દ્વારા ફરીથી ગુજરાત અને રાજસ્થાન આ બે રાજ્યો માટે જીઁસ્ઇસ્-ઇેહ્વિટ્ઠહનું થર્ડ પાર્ટી અસેસ્મેંટ સરદાર પટેલ યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ આગમી છ મહિનામાં પૂરો કરવાનો રહેશે. જે અન્વયે કેન્દ્ર સરકારે કુલ રૂપિયા ૪૯ લાખ મંજૂર કર્યા છે. આ પ્રોજેક્ટ બાબતની પ્રથમ મીટિંગ સરદાર પટેલ યુનિવર્સિટીના એમબીએ વિભાગમાં યોજાઇ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાર્ગવી દવે (આઈએએસ, એડિશનલ કલેક્ટર અને નોડલ ઓફિસર, જીઁસ્ઇસ્ રૂર્બન, ગુજરાત) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે દેવભૂમિ દ્વારકા, મોરબી, અંબાજી અને અરવલ્લીના ડીઆરડીએના ડિરેક્ટર ઉપસ્થિત રહ્યાં હતા. સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો. શિરીષ કુલકર્ણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.