ગાંધીનગર-

કોરોના સંકટ વચ્ચે રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી સોમવાર તા. ૧પ મીથી ધો.૩ થી ૮ નાં વિધાર્થીઓની સત્રાંત પરીક્ષા લેવા માટેની તૈયારીઓ થઈ રહી છે. કોરોનાકાળમાં પ્રથમ વખત પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની પ્રત્યક્ષ પરીક્ષા લેવામાં આવી રહી છે. કોવિડ લાઈનનું પાલન કરીને પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં ધો.૬ થી ૮માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યા બાદ રાજકોટ જિલ્લામાં વિધાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ૬પ થી ૭૦ ટકા હાજરી જાેવા મળી રહી છે.

રાજકોટ જિલ્લામાં આશરે ૮૦૦ જેટલી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયુ છે. જાે કે હજુ સુધી કોઈ શાળામાં કોરોનાનું સંક્રમણ થયાનાં અહેવાલો તંત્રને મળ્યા નથી. ઓન લાઈન અને ઓફ લાઈન અભ્યાસ ચાલે છે તેનું મુલ્યાંકન કરવાનાં આશયની નિદાન કસોટી લેવામાં આવશે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાં જણાવ્યા મુજબ તા. ૧પ થી રર માર્ચ સુધી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાશે.

સરકારી, ગ્રાન્ટેડ અને ર્સ્વનિભર તમામ શાળાઓમાં પરીક્ષાઓ લેવાશે. આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે વિધાર્થીઓ હાજર નહિ રહી શકે તે વિધાર્થીઓને પ્રશ્નપત્રો – ઉતરવહી ઘરે પહોંચાડવામાં આવશે. ધો. ૩ અને ૪ નાં વિધાથીઓને જવાબો કસોટીપત્રમાં લખવાનાં રહેશે જયારે ધો. પ થી ૮ નાં વિધાર્થીઓને અલગથી ઉતરવહી અપાશે.