અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને સિવિલમાંથી ૧૩ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. દર્દીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જાેષીએ જણાવ્યું હતું કે, ૧૩ દિવસની સારવાર દરમિયાન મલ્ટી વિટામીન સિવાય કોઇ જ દવા આપવામાં આવી નથી. પરંતુ ઓમિક્રોન અને કોરોનાને હરાવવા માટે વેક્સિન લેવી જરૂરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દી પ્રફુલભાઇને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હવે સ્વસ્થ થતા તેને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઓમિક્રોનથી સંક્રમિત થયેલ પ્રથમ દર્દી કે જેઓ આણંદના હતા. સારવાર બાદ સિવિલમાંથી રજા આપતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રફુલભાઈ લંડનથી વાયા દુબઈ અમદાવાદ આવ્યા હતા. તેમનું ચેકઅપ કરાતા ઓમિક્રોનથી સંક્રમિત હોવાના કારણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.