નવી દિલ્હી, તા. ૩

કોરોના વાયરસના પ્રકોપે તમામ સ્પોર્ટ્‌સ એÂક્ટવિટીને માર્ચના મધ્યથી જ ઠપ્પ કરી દીધી હતી. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આજે એલાન કર્યું છે કે, જુલાઈથી તેનું ઈન્ટરનેશનલ ક્રિકેટ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યું છે. જા કે, આના માટે તેમને હજુ બ્રિટિશ સરકારની પરમિશનની રાહ છે. 

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટેસ્ટની સીરિઝ પોતાના ઘરઆંગણે રમશે. કોવિડ-૧૯ બાદ આ પહેલી ઇન્ટરનેશનલ સીરિઝ હશે જેના માટે બ્રિટિશ સરકારે મંજૂરી આપી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ટ્‌વીટમાં સ્પષ્ટ કરી દીધું છ કે, આ સીરિઝ બંધ દરવાજે એટલે દર્શકો વિના જ રમાશે. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટને ફરી શરૂ કરવાની તમામ આશાઓ સરકારની મંજૂરી પર ટકેલી છે. આના પહેલા વેસ્ટ ઇન્ડિઝને આ સીરિઝ જૂનમાં રમવાની હતી પણ કોવિડ-૧૯ને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. સીરિઝની પ્રથમ ટેસ્ટ એજિસ બાઉલમાં રમાશે જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ ઓલ્ડટ્રેફર્ડમાં આયોજિત થશે. એજબેસ્ટનને આ સીરીઝ દરમિયાન ટ્રેનિંગ અને રિઝર્વ મેદાન તરીકે રાખવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત તારીખો અનુસાર, સીરિઝની પ્રથમ ટેસ્ટ ૮ થી ૧૨ જુલાઈની વચ્ચે રમાશે. જ્યારે બીજી ટેસ્ટ ૧૬-૨૦ જુલાઈ અને ત્રીજી ટેસ્ટ ૨૪-૨૮ જુલાઈના રોજ ઓલ્ડટ્રેફર્ડમાં રમાશે.