રાજકોટ-

ગુજરાતમાં સર્વપ્રથમ આવા કેમ્પનું ઉદ્ધાટન કલેક્ટર તથા રાજપીપળીયાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલ દવારા કરાયું હતું. વધુમાં જણાવાયું કે રોજ છ-સાત કલાકની કામગીરી બદલ રૂ?.૭થી ૮ હજારની સ્વમાનભેર કમાણી કરી શકશે.ટ્રાન્સજેન્ડર એ કુદરતી બાબત છે અને તેઓ સમાજથી અળગાં રહે તેના બદલે મુખ્ય પ્રવાહમાં જાેડાઈને અન્ય સ્ત્રી-પુરુષોની જેમ જ સ્વમાનભેર નોકરી,ધંધા કરે તે હેતુથી રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટમાં ટ્રાન્સજેન્ડર માટે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ (સીસીસી)ની તાલીમ આઈ.ટી.આઈ.ખાતે શરુ કરાઈ છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે ટ્રાન્સજેન્ડર પણ દેશના નાગરિક છે, લોકો પાસે નાણાં માંગીને કે લોકો દ્વારા સ્વેચ્છાએ અપાતા ફાળા પર ગુજરાન ચલાવે તેના બદલે અન્ય લોકોની જેમ જ તેઓ નોકરી કે ધંધો કરીને સ્વમાનભેર કમાણી કરે તે હેતુથી ૨૧ ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા છે, અને તેમને તાલીમ શરુ કરાઈ છે.