મહુધા : મહુધા તાલુકાના પાંચ પીએચસીના આરોગ્ય અધિકારીઓનું આજ રોજ મહુધા સીએચસી ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું. કુલ ૬૬ અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. જિલ્લામાં સૌપ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓને હાલ કોરોના રસી આપવામાં આવી રહી છે. આ અંતર્ગત હવે તાલુકા મથકોએ રસીકરણની શરૂઆત કરવામાં આવશે.