બાયડ : બાયડ ખાતે જય અંબે પગપાળા સંઘ કે જે માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતો તેમજ ઓગણત્રીસ વર્ષથી દર વર્ષે ભાદરવી પૂનમ ઉપર બાયડથી ચાલીસ પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ચાલતા ચાલતા દર ત્રીસ કિલોમીટરે વિસામો કરતા પાંચ દિવસમાં અંબાજી ખાતે પહોંચી ધજા ચઢવતા હતા. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અંબાજી પદયાત્રા સંઘ પર પ્રતિબંધ હોઈ અંબાજી ખાતે જે અગિયારસો સંઘની નોંધણી થયેલ છે તેમની અંબાજી મંદિર વતી ધજાઓ પહોંચાડવામાં આવે છે. તેવી જ રીતે બાયડ સંઘને પણ ધજા પહોંચાડવામાં આવી હતી તે ધજા સાથે સંઘના પ્રમુખ કેતનભાઈ સોનીની રાહબરી હેઠળ પદયાત્રીઓ બાયડ પાલિકા વિસ્તારમા આવેલ રામના તળાવ ઉપર અંબે માતાજીનુ મંદિરે પદયાત્રીઓ ભેગા થઇ બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે તેમજ આરતી કરી કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર લાવે અને આવતા વર્ષે પાછા અંબાજી બોલાવે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં પ્રકાશ પટેલ, કાળુભાઇ પંજાબી, સુનિલ પટેલ, અશોક સોની, અતુલ પટેલ, કિરીટ પટેલ, ભાવેશ પટેલ, મુકેશ પટેલ,ચિન્ટુ પટેલ, દિલીપ પુરોહિત, જોડાયા હતા.