મુંબઇ,તા.૧૩

 અમેરીકામાં એક કાળા માણસ જાર્જ ફ્‌લાયડની હત્યા બાદ હાલ વિશ્વભરમાં રોષનો માહોલ છે. તેને લઇને એક બાજું લોકો પોત પોતાની રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજા ઘણા લોકો વિરોધ પ્રદર્શનોમાં પણ કરી રહ્યા છે. જાતિવાદની સામે ‘બ્લેક લાઇવ મેટર’ નામથી શરૂ થયેલ આ અભિયાનમાં હવે વિશ્વભરના ખેલાડીઓ જોડાઈ રહ્યા છે.

ણા દિગ્ગજ અને કાળા ખેલાડીઓ સામાજીક કુરીતિની સામે વિરોધ દર્શાવી રહ્યા છે. આ જોતા હવે ઇંગ્લેન્ડની ટોચની ફુટબોલ ચેમ્પિયનશિપ ‘પ્રીમિયર લીગ‘ માં ભાગ લઇ રહેલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટ ફરીથી શરૂ થયા બાદ જર્સીમાં ‘બ્લેક લાઇવ મેટર’નો સંદેશ લગાવવાની પરવાનગી મળી ગઇ છે.ખેલાડી જર્સી પર નામની જગ્યાએ ‘બ્લેક લાઇવ મેટર’ નો સંદેશાને લઇને ક્લબની શુક્રવારની ક્રોન્ફ્રંસ દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં જણાવ્યું કે અમેરિકાના મિનિયાપોલિસમાં ૨૫ મે ના રોજ એક પોલિસકર્મી દ્વારા આફ્રિકી મુળના જાર્જ ફ્‌લાયની મોત બાદ ખેલાડીઓમાં ફેલાયેલ વંશીય અન્યાયને સમાપ્ત કરવા માટે રમતમાં કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય. ત્યાર બાદ બધાએ એ નિર્ણય લીધો કે ૧૭ જુનથી ફરી શરૂ થનાર લીગની શરૂઆતની ૧૨ મેચમાં ખેલાડીઓ પોતાની જર્સી પર નામની જગ્યાએ ‘બ્લેક લાઇવ મેટર’ નો સંદેશો લગાવશે. આ નિર્ણય બાદ પ્રીમિયર લીગે પણ આ અંગે મંજુરી આપી દેતા કહ્યું કે ‘લીગ કોઇ પણ પ્રકારે જાતિવાદને સમર્થન નથી આપતું અને સામાજીક કુરીતિનો વિરોધ કરે છે.’મીટીંગમાં તમામ ક્લબ દ્વારા આ પણ નિર્ણય લેવામાં આવ્યો કે  મેચના ખેલાડીઓ જર્સી પર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અનને બ્લેક લાઇવ્સ મેટર બંનેનો લોગો દર્શાવશે. આ સાથે જ લીગ તરફથી ખેલાડીઓને આ વાતની છુટ આપવામાં આવી કે સ્ટેડિયમમાં મેચથી પહેલા કે મેચ દરમ્યાન ‘ઘુટણ પર બેસીને આ અભિયાનને પોતાનું સમર્થન આપી શકે છે.’