ગોધરા,તા.૩૧ 

ગોધરા તાલુકાના અછાલાના સમૃધ્ધ જંગલના લાકડાચોરોના નિકદંનના પગલે ગંભીર બનેલા વન વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ધનિષ્ઠ તપાસોમાં અછાલામાં વન મંડળીનો છેલ્લાં ૨૦ વર્ષોથી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતા પ્રમુખ જશુભાઇ પટેલના ઘરમાંથી,ખેતરો અને જમીનમાં દાટી દિધેલા અંદાજે ૧૨ લાખ રૂપિયાનો સાગી લાકડાઓનો જથ્થો અને અન્ય ફર્નિચરને કબ્જે કરીને વન વિભાગના એ.સી.એફ.મહેન્દ્રસીંહ સોલંકી અને સ્ટાફ કર્મચારીઓએ સર્ચ ઓપરેશનમાં જંગી જથ્થો કબ્જે કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. વન વિભાગના સકંજામાં આવી ગયેલા વન મંડળીના પ્રમુખ જશુભાઇ પટેલ પાસેથી ૨ લાખ રૂપિયા દંડ વસુલ કરીને કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે!

ગુજરાતના સમૃધ્ધ જંગલો પૈકી અછાલાના આ જંગલનો સમાવેશ થાય છે. વર્ષો જુના વૃક્ષોથી ભરપુર લહેરાતા આ અછાલાના જંગલમાં લહેરાતી વનરાજીઓનું રક્ષણ કરવાના બદલે વન વિભાગના બેદરકાર ભર્યા વહીવટના અછાલાના જંગલમાંથી ૬૫ ઉપરાંત ખેરના તોતિંગ વૃક્ષો અને કેટલાંક સાગના વૃક્ષોના છેદન પ્રવૃત્તિના મામલે આર.એફ.ઓ.રાહુલ પટેલની ભયંકર બેદરકારીઓના બહાર આવેલા વહીવટમાં ખૂદ વન મંડળીના પ્રમુખ જશુભાઇ પટેલે જંગલના ગીચ વિસ્તારોમાં વૃક્ષ છેદન પ્રવૃત્તિઓના પુરાવાઓ એ.સી.એફ.મહેન્દ્રસીંહ સોલંકીની સાથે રહીને દેખાડતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો હતો. સાંભળવા મળ્યા પ્રમાણે અછાલા સૌથી વધુ સમૃધ્ધ જંગલની સાચવણીઓમાં બેજવાબદાર રહેલા ફોરેસ્ટ અને બિટગાર્ડની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી છે. સાથો સાથ અછાલાના જંગલમાંથી ૬૫ જેટલા તોતિંગ ખેરના વૃક્ષો કપાઇને લાકડાચોરો જંગલમાંથી સગેવગે કરી ગયા ત્યાં સુધી આર.એફ.ઓ.રાહુલ પટેલ પોતાની ફરજાેમાં બેદરકાર કેમ રહ્યા? આ પ્રકરણમાં ચાલી રહેલ ગંભીર ચર્ચાઓ સામે પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકરા તેવરોથી અછાલાના જંગલમાં મોટા પાયે સર્ચ અભિયાન હાથ ધરતા અછાલાના જંગલમાં વન વિભાગના ચૂસ્ત બંદોબસ્તમાં ગાબડાનો વહીવટ પાડીને જંગલમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયેલા લાકડાચોરોમાં જબરદસ્ત ફફડાટ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે!