અરવલ્લી : અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વણઝર ગામે પટેલ ફળીયાને અડીને આવેલ વણકર ફળિયામાં એક ગરીબ પરિવારનું આવાસ યોજના હેઠળ બની રહેલ મકાનમાં નજીકમાં રહેલ પટેલ પરિવારે મકાનમાં તોડફોડ કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પટેલ પરિવારથી અપમાનિત બનેલ મહિલાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભિલોડા તાલુકાના વણઝર ગામે વણકર ફળિયામાં રહેતા પ્રેમિલાબેન ગૌતમભાઈ ચૌહાણ નામના શ્રમિક પરિવારનું મકાન આવાસ યોજના હેઠળ મંજુર થતા કામકાજ ચાલી રહ્યું હતું આ મકાનની થોડ઼ે દૂર મહેન્દ્ર કોદરભાઈ પટેલનું ઘર આવેલું હોવાથી તેમની નજીક દલીત સમાજના પરિવારનું ઘર બનતું હોવાથી સહન ન થતા મગજમાં અસ્પૃશ્યતાનો કીડો સળવળતા મહેન્દ્ર પટેલ અને તેની પત્ની હિના પટેલે ગુરુવારે સાંજે પ્રેમિલાબેનને જાતિવિષયક અપમાન જનક શબ્દો બોલી હડધૂત કરી છુટ્ટા પથ્થરો મારી શ્રમિક પરિવારના નવીન બની રહેલ મકાનની પ્લેટો તોડી નાખી હતી.મહેન્દ્ર કોદરભાઈ પટેલ અનેહીના મહેન્દ્ર પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.